UNSC બેઠકમાં વિદેશ પ્રધાન જયશંકરે પાકિસ્તાનને આડે હાથ લીધુ, કહ્યું કે લાદેનની સરભરા કરનારા ઉપદેશ આપવાનું બંધ કરે

|

Dec 15, 2022 | 7:00 AM

ભારતે કહ્યું કે એક દેશ, જેણે અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને હોસ્ટ કર્યો હતો અને તેના પડોશી દેશની સંસદ પર હુમલો કર્યો હતો, તેની પાસે સંયુક્ત રાષ્ટ્રમાં "પ્રચાર" કરવા માટે ઈજ્જત બચી નથી.

UNSC બેઠકમાં વિદેશ પ્રધાન જયશંકરે પાકિસ્તાનને આડે હાથ લીધુ, કહ્યું કે લાદેનની સરભરા કરનારા ઉપદેશ આપવાનું બંધ કરે
S Jaishankar
Image Credit source: File Photo

Follow us on

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે બુધવારે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે કહ્યું કે એક દેશ, જેણે અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને હોસ્ટ કર્યો હતો અને તેના પડોશી દેશની સંસદ પર હુમલો કર્યો હતો, તેની પાસે સંયુક્ત રાષ્ટ્રમાં “પ્રચાર” કરવા માટે ઈજ્જત બચી નથી. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ટિપ્પણી બાદ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનિયતા આપણા સમયના મુખ્ય પડકારો, પછી તે રોગચાળો હોય, હવામાન પરિવર્તન હોય, સંઘર્ષ હોય કે આતંકવાદ હોય, તેના અસરકારક પ્રતિભાવ પર આધાર રાખે છે.

UNSC ખાતે ‘આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અને સુધારણા બહુપક્ષીયવાદ માટે નવી દિશા’ વિષય પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરતા જયશંકરે કહ્યું, ‘અમે સ્પષ્ટપણે આજે બહુપક્ષીયતામાં સુધારાની તાકીદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સ્વાભાવિક રીતે આપણે આપણા પોતાના ચોક્કસ મંતવ્યો ધરાવીશું, પરંતુ ઓછામાં ઓછું એક વધતી સર્વસંમતિ છે કે આમાં વધુ વિલંબ થઈ શકશે નહીં.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તેમણે કહ્યું, ‘દુનિયા જેને અસ્વીકાર્ય માને છે તેને ન્યાયી ઠેરવવાનો પ્રશ્ન ઊભો થવો જોઈએ નહીં. આ ચોક્કસપણે સરહદ પારના આતંકવાદના રાજ્ય સ્પોન્સરશિપને લાગુ પડે છે. કે ઓસામા બિન લાદેનને હોસ્ટ કરવો અને પડોશી દેશની સંસદ પર હુમલો કરવો એ આ કાઉન્સિલ સમક્ષ પ્રચાર કરવા માટે ઓળખપત્ર તરીકે સેવા આપી શકે છે.’

જણાવી દઈએ કે 13 ડિસેમ્બર 2001ના રોજ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ જવાન, એક મહિલા CRPF જવાન અને બે સંસદસભ્ય શહીદ થયા હતા. હુમલામાં એક કર્મચારી અને એક કેમેરામેનનું પણ મોત થયું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાન દ્રઢપણે માને છે કે સુરક્ષા પરિષદની સક્રિય ભાગીદારી દ્વારા આપણા ક્ષેત્રમાં મોટી સુરક્ષા સમસ્યાઓનો અસરકારક અને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવી શકાય છે. બહુપક્ષીયવાદ યુનાઈટેડ નેશન્સ ચાર્ટરના સાર્વત્રિક અને સુસંગત પાલન પર આધારિત હોવો જોઈએ. ભુટ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે યુએનમાં નવા કાયમી સભ્યો ઉમેરવાથી યુએનના મોટાભાગના સભ્ય દેશોની સુરક્ષા પરિષદમાં હાજર બેઠકોની સંખ્યા સંખ્યાત્મક રીતે ઘટી જશે.

તેમણે કહ્યું કે જો તમે બહુપક્ષીયવાદની સફળતા જોવા માંગતા હોવ તો તમે કાશ્મીર પર યુએનએસસીના ઠરાવને અમલમાં મૂકવાની મંજૂરી આપો, બહુપક્ષીયવાદને સફળ સાબિત કરો, સાબિત કરો કે તમારી (ભારત) અધ્યક્ષતામાં યુએનએસસી સફળ થઈ શકે છે અને આપણા ક્ષેત્રમાં શાંતિ આવી શકે છે.

Published On - 6:52 am, Thu, 15 December 22

Next Article