ત્રણ રાજ્યમાં કોંગ્રેસની લોલીપોપ સ્કીમ થઈ ફેલ ! પાર્ટીએ જનતાને આપ્યા હતા અનેક ચૂંટણી વાયદા

કોંગ્રેસ દ્વારા આ ચૂંટણી રાજ્યોમાં જનતાને ઘણી ગેરંટીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરી, ઓલ્ડ પેન્શન સ્કીમ, 500 રૂપિયામાં LPG સિલિન્ડર, 100 યુનિટ મફત વીજળી, મહિલાને 1,500 રૂપિયા વગેરે વચનો આપ્યા હતા. તેમ છતા જનતા જર્નાદને આ લોલીપોપ સ્કીમ પસંદ આવી નહોતી,

ત્રણ રાજ્યમાં કોંગ્રેસની લોલીપોપ સ્કીમ થઈ ફેલ ! પાર્ટીએ જનતાને આપ્યા હતા અનેક ચૂંટણી વાયદા
Rahul Gandhi
| Updated on: Dec 03, 2023 | 7:22 PM

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાંથી ચાર રાજ્યોના આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની આ હાર પાછળ ઘણા કારણો જવાબદાર છે. અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારના નેતૃત્વમાં રાજસ્થાનમાં લાલ ડાયરી અને પેપર લીકના મુદ્દાઓને લઈ વિરોધનો વંટોળ શરૂ થયો હતો.

કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો

કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી સહિત ઘણી કલ્યાણકારી યોજનાઓની ગેરેન્ટી આપવામાં આવી હતી, તેમ છતાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટી માટે સૌથી ખરાબ પ્રદર્શન મધ્યપ્રદેશમાં રહ્યું, જ્યાં પાર્ટીને સત્તામાં પરત ફરવાનો વિશ્વાસ હતો. પરંતુ, કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને દિગ્વિજય સિંહની જોડીનો જાદુ ચાલ્યો નહી.

કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન 11 ગેરંટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું

અહીં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રી અને સાંસદો ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે ઉતાર્યા હતા. તો આ તરફ કોંગ્રેસે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીની 11 ગેરંટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શિવરાજ સરકારની લાડલી બેહના યોજનાને કારણે ભાજપને મહિલાઓનું વિશેષ સમર્થન મળ્યું અને તેની અસર મતદાન મથક પર પણ જોવા મળી હતી.

જનતા જર્નાદને લોલીપોપ સ્કીમ પસંદ ન આવી

કોંગ્રેસ દ્વારા આ ચૂંટણી રાજ્યોમાં જનતાને ઘણી ગેરંટીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરી, ઓલ્ડ પેન્શન સ્કીમ, 500 રૂપિયામાં LPG સિલિન્ડર, 100 યુનિટ મફત વીજળી, મહિલાને 1,500 રૂપિયા વગેરે વચનો આપ્યા હતા. તેમ છતા જનતા જર્નાદને આ લોલીપોપ સ્કીમ પસંદ આવી નહોતી અને તેમણે કોંગ્રેસ પર ભરોસો કર્યો નહીં.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ફેરવ્યું ઝાડુ અને AAP નો થયો સફાયો, ઉમેદવારોની ડિપોઝિટ પણ થઈ જપ્ત

કોંગ્રેસને આ ચૂંટણીમાં માત્ર તેલંગાણામાં જ જીત મળી છે. અહીં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે જીતમાં આગળ રહી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે 52 સીટ પર જીત મેળવી છે અને 12 સીટ પર આગળ છે. એટલે કે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે. વિધાનસભા ચૂંટણીના આ પરિણામો આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની સંભાવનાઓને પણ અસર કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો