Assam Mizoram Border Dispute: બંને રાજ્યો વચ્ચે થયેલા ઘર્ષણમાં 7 જવાનોના મોત, આસામ સરકારે જલિયાવાલા બાગની ઘટના સાથે કરી ફાયરિંગની તુલના

|

Jul 27, 2021 | 1:13 PM

આસમ-મિઝોરમની વિવાદિત સરહદ નજીક ઘર્ષણ બાદ તણાવ વધ્યો છે. મિઝોરમ સાથે સરહદ વચ્ચે થયેલા ઘર્ષણ પર આસામના કેબિનેટ મંત્રી પરિમલ શુક્લ બૈદ્યાએ જણાવ્યું હતું કે, ફાયરિંગમાં આસામના (Assam)6 પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા છે અને આશરે 80થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Assam Mizoram Border Dispute: બંને રાજ્યો વચ્ચે થયેલા ઘર્ષણમાં 7 જવાનોના મોત, આસામ સરકારે જલિયાવાલા બાગની ઘટના સાથે કરી ફાયરિંગની તુલના
assam mizoram border dispute

Follow us on

Assam Mizoram Border Dispute: આસામના સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે મિઝોરમ દ્વારા  લલિતપુરમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ડેપ્યુટી કમિશનર કચેરીના વાહનો સહિત અનેક વાહનોને નુકસાન પહોંચાડીને હિસા ફેલાવી હતી. આસામ-મિઝોરમની વિવાદિત સરહદ નજીક ઘર્ષણ બાદ તણાવ વધ્યો છે. મિઝોરમ સાથે સરહદ વચ્ચે થયેલા ઘર્ષણ પર આસામના કેબિનેટ મંત્રી પરિમલ શુક્લ બૈદ્યાએ જણાવ્યું હતું કે, ફાયરિંગમાં આસામના (Assam)6 પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા છે અને આશરે 80થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને વધુમાં જણાવ્યું કે,અમારી તરફથી કોઈ ફાયરિંગ કરવામાં આવ્યુ નથી. જ્યારે મિઝોરમ(Mizoram) રાજ્ય દ્વારા જલિયાંવાલા બાગની ઘટનાની જેમ અંધાધુધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.

બંને રાજ્યોની બોર્ડર પર CRPFનો કાફલો તૈનાત 

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

ઉલ્લેખનીય છે કે,આ ઘર્ષણ બાબતે આસામના મુખ્યમંત્રીએ કેન્દ્ર સાથે વાત કરીને આ મામલે નિવારણ લાવવાની માગ કરી છે.હાલમાં ઘર્ષણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોની બોર્ડર પર CRPFનો(Central Reserve Police Force) કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. CRPFના એડીજી સંજીવ રંજન ઓઝાએ (Ranjan oza)જણાવ્યું હતું કે, “CRPFને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.”હાલ અહેવાલ મુજબ,આસામના મુખ્ય પ્રધાન હિમાંતા બિસ્વાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેમણે મિઝોરમના મુખ્ય પ્રધાન જોરમથંગા સાથે વાત કરીને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

 

આપને જણાવવું રહ્યું કે, ઘર્ષણ બાદ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Minister) એકબીજા પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો લગાવતા જોવા મળ્યા હતા. મિઝોરમના મુખ્યપ્રધાન જોરમથંગાએ આસામ પોલીસ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે બીજી તરફ આસામ પોલીસે, મિઝોરમ દ્વારા આસામ પોલીસ પર પથ્થરમારો અને ફાયરિંગનો આરોપ લગાવ્યો છે.

આસામ પોલીસે ઘટનાની કરી નિંદા,જલિયાવાલા બાગની ઘટના સાથે કરી હિંસાની તુલના

આસામ પોલીસે (Assam Police)જણાવ્યું હતું કે, “અમે આ હિંસાની ઘટનાઓની કડક નિંદા કરીએ છીએ અને આસામની સરહદની સુરક્ષાના અમારા સંકલ્પને પુનરાવર્તિત કરીએ છીએ.અને વધુમાં જણાવ્યું હતું કે,મિઝોરમના મુખ્યમંત્રી ઝોરમથંગાને અમારી સરહદથી દૂર જવાનું કહેવામાં આવ્યું છે.”અને ફાયરિંગની ઘટનાને આસામ મુખ્યપ્રધાને આ ઘટનાને જલિયાવાલા બાગની ઘટના સાથે આ હિંસાને સરખાવી હતી.

મહત્વપૂર્ણ છે કે, હિંસા બાદ આસામના મુખ્યપ્રધાને એક વીડિયોને ટ્વિટ (Twitter)કરીને જણાવ્યું હતું કે, “આવી પરિસ્થિતિમાં અમે સરકાર કેવી રીતે ચલાવીશું. આશા છે કે અમિત શાહ (Amit Shah) અને પ્રધાનમંત્રી કાર્યાલય વહેલી તકે હસ્તક્ષેપ કરીને આ વાતનો નિવાડો લાવશે.” આપને જણાવવું રહ્યું કે,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ થોડા દિવસ પહેલા ઉતર પુર્વના રાજ્યો સાથે બેઠક કરી હતી.

 

આ પણ વાંચો : મોદી સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે? જાણો શું છે સરકારની વિચારણા

આ પણ વાંચો : 7th Pay Commission :કેન્દ્રીય કર્મચારીઓના DA માં હજુ વધારો થી શકે છે, મોંઘવારી ભથ્થું 28% ને બદલે 31% થવાના મળી રહ્યા છે સંકેત

Published On - 8:51 am, Tue, 27 July 21

Next Article