જો મારા વિરુદ્ધ એક પણ શબ્દ બોલાયો તો… કેજરીવાલની રેલી પહેલા સીએમ હિમંતાની ચેતવણી

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ સીએમ કેજરીવાલને ખુલ્લો પડકાર આપ્યો છે. કેજરીવાલ અને ભગવંત માન 2 એપ્રિલે આસામમાં પહેલીવાર રેલી કરવા જઈ રહ્યા છે. જેના કારણે સીએમ હિમંતા બિસ્વા સરમા કહ્યું છે કે, જો તમારામાં હિમંત હોય તો અહીં મારી વિરુદ્ધ કંઈક બોલો.

જો મારા વિરુદ્ધ એક પણ શબ્દ બોલાયો તો... કેજરીવાલની રેલી પહેલા સીએમ હિમંતાની ચેતવણી
Image Credit source: Google
| Edited By: | Updated on: Apr 01, 2023 | 6:23 PM

ભાજપ શાસિત રાજ્યોમાં, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પછી દેશમાં જો કોઈ સીએમ સૌથી વધુ લોકપ્રિય છે, તો તે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા છે. તેમને ઉત્તર પૂર્વની રાજનીતિના ચાણક્ય પણ કહેવામાં આવે છે. બહુ ઓછા સમયમાં તેમણે હાઈકમાન્ડનો વિશ્વાસ જીતી લીધો અને ઉત્તર પૂર્વના રાજકારણમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ પણ વાચો: પવન ખેડાએ માંગી માફી ! હવે આવી ભાષાનો ઉપયોગ નહીં કરે : CM હિમંતા બિસ્વા સરમા

સીએમ હિમંતા બિસ્વા સરમાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચેતવણી આપી છે કે તેઓ મારા(હિમંતા બિસ્વા સરમા) વિરુદ્ધ એક પણ શબ્દ ન બોલે. તેમણે કહ્યું કે જો કેજરીવાલ આસામમાં આવીને ભ્રષ્ટાચારને લઈને મારી વિરુદ્ધ કંઈ કહે તો હું કોર્ટમાં જઈશ. 2 એપ્રિલે સીએમ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન આસામમાં પહેલીવાર રેલી કરવા જઈ રહ્યા છે. આ પહેલા હિમંતા બિસ્વા સરમાએ પડકાર ફેંક્યો છે કે મને ભ્રષ્ટાચારી કહીને બતાવો.

 

 

દિલ્હી વિધાનસભાની અંદર સીએમ કેજરીવાલનું નિવેદન

હકીકતમાં, દિલ્હી વિધાનસભામાં બોલતા સીએમ કેજરીવાલે કહ્યું હતું કે દેશના અન્ય રાજ્યોમાં પણ હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. આસામના મુખ્યમંત્રીએ તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોઈએ જણાવવું જોઈએ કે શું મારા વિરુદ્ધ દેશના કોઈપણ ભાગમાં કોઈ કેસ છે. આ નિવેદન વિધાનસભાની અંદર આપવામાં આવ્યું હોવાથી હિમંતાએ કહ્યું કે કાયરોની જેમ કામ ન કરો, આસામમાં આવીને આ નિવેદન આપો. જો આમ થશે તો હું માનહાનિનો કેસ કરીશ.

હિમંતા બિસ્વા સરમાનો ખુલ્લો પડકાર

સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેનો ઉલ્લેખ કરીને તેમણે કેજરીવાલને સ્પષ્ટ પડકાર આપ્યો છે. હિમંત વધુમાં કહે છે કે તમે વિધાનસભામાં મારા વિશે કેમ બોલો છો. તમારે બોલવું હોય તો બહાર ખુલ્લેઆમ બોલો, ત્યાં હું તમને જવાબ આપી શકીશ. હવે જો તમે ઘરની અંદર મારા વિરુદ્ધ કંઇક બોલશો તો હું કેવી રીતે જવાબ આપીશ. તેમણે કહ્યું કે મારા વિરુદ્ધ આખા દેશમાં કોઈ કેસ નથી, હા, કોંગ્રેસના કેટલાક લોકોએ અલગ-અલગ જગ્યાએ મારી વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. બીજું કંઈ નથી.

 

                                       દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

                                                    દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…