ASI એ પોતાની ખાનગી કારથી PCR વાન સહીત છ વાહનોને મારી ટક્કર, ચાર ઈજાગ્રસ્ત

આ ઘટના બાદ પોલીસના અધિકારીઓ તરત જ એક્શનમાં આવ્યા હતા અને અકસ્માતની ઘટના અંગે તપાસના આદેશ આપ્યા. આ અકસ્માતમાં ASI સહિત 4 લોકો ઘાયલ થયા છે.

ASI એ પોતાની ખાનગી કારથી PCR વાન સહીત છ વાહનોને મારી ટક્કર, ચાર ઈજાગ્રસ્ત
ASI એ સર્જ્યો અકસ્માત
Image Credit source: ANI
| Edited By: | Updated on: Jan 04, 2023 | 11:19 AM

દિલ્લી પોલીસના એક ASIએ દિલ્હીના દ્વારકા પાસે પોતાની કારથી છ વાહનોને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારને ભારે નુકસાન થવા પામ્યું છે. જ્યારે આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર ર્અર્થે તાકીદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ, વાહનચાલકોએ આરોપ લગાવ્યો હતો કે ASI દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો ASI આરોપ અનુસાર દોષિત જણાશે તો, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જો કે, આ ઘટના બાદ દિલ્લી પોલીસના અધિકારીઓ તરત જ એક્શનમાં આવી ગયા હતા. અકસ્માતની ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. દુર્ઘટના અંગે, દિલ્લી પોલીસે જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે દ્વારકા વિસ્તારમાં લાલ લાઇટ સાથેની પીસીઆર વાન સહિત છ વાહનોને ટક્કર મારવા બદલ બહારના જિલ્લામાં તહેનાત દિલ્લી પોલીસના ASI સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ASI ખાનગી કારમાં કરી રહ્યાં હતા મુસાફરી

જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ASI પોતાની ખાનગી કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પછી તેણે અકસ્માત કર્યા બાદ કેટલાકને માર માર્યો. આ ઘટનામાં વાહનોને ભારે નુકસાન થયું છે. રોડ પર વાહનો પલટી જતાં તેમના કાચ તુટી ગયા હતા. કારના પાછળના ભાગને સૌથી વધુ નુકસાન થયું છે.

અકસ્માતમાં ASI પણ થયા ઘાયલ

આ અકસ્માતમાં ASI સહિત 4 લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસે તેમના પરિવારજનોને પણ માહિતી મોકલી છે. તબીબોની ટીમ તેની સારવારમાં લાગેલી છે. આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાના કારણની તપાસ ચાલી રહી છે. આરોપી એએસઆઈએ દારૂ પીધો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો આરોપો સાચા જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માતમાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે.