માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર બાદ વિવિધ નેતાઓની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ગુરુવારે એટલે કે આજે UP STFની ટીમે અસદ અને અન્ય આરોપી ગુલામને ઝાંસીમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. ત્યારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવ્યા છે.
અખિલેશ યાદવ બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. અસદુદ્દીન ઓવૈસી એક ડોનના સમર્થનમાં આવ્યા છે. એ ડોન કે જેણે ઘણા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. એ ડોન કે જેણે અનેક માતા-પિતાને સંતાન વિહોણા કરી દીધા છે. એ ડોન કે જેણે અનેક મહિલાઓને વિધવા બનાવી દીધી છે. ઔવેસીએ એ ડોનનું સમર્થન કર્યુ છે કે જેણે અનેક મહિલાઓને વિધવા કરી છે. અનેક બાળકોને અનાથ કર્યા છે.
#WATCH जुनैद और नसीर को जिसने मारा तुम(भाजपा) उसका भी एनकाउंटर करोगे, नहीं करोगे…इसलिए नहीं करोगे क्योंकि तुम मजहब के नाम पर एनकाउंटर करते हो। ये एनकाउंटर नहीं कानून की धज्जियां उड़ रही हैं। अगर तुम फैसला करोगे कि गोली से इंसाफ करेंगे तो फिर अदालतों को बंद कर दो: अतीक अहमद के… pic.twitter.com/5dQdzrblZ3
— ANI_HindiNews (@AHindinews) April 13, 2023
ઔવેસીએ અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ સરકાર ધર્મના આધારે કરી રહી છે. ઓવૈસીએ યોગી આદિત્યનાથની આગેવાનીવાળી યુપી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે, ભાજપ સરકાર બંધારણનું પણ એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ કરી રહી છે. તમે કાયદાના શાસનને નબળું પાડવા માંગો છો. આવુ જ કરવુ હોય તો અદાલતો, ન્યાયાધીશો, સીઆરપીસી વગેરે શેના માટે છે?
ઔવેસીએ કહ્યુ કે, ગોળીથી જ ન્યાય કરવો હોય તો કોર્ટ બંધ કરી દેવી જોઈએ. ન્યાયાધીશ શું કરશે? આ કોર્ટનું કામ છે, તમારું નહીં. તમે આરોપીને પકડો અને જો કોઈ હત્યા કરે તો તેને સજા આપો. તેમને 12-14 વર્ષની સજા કરો. પરંતુ બુલડોઝર વડે મકાનો તોડી પાડવા યોગ્ય નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…