અસદુદ્દીન ઓવૈસી હુમલાનો મામલો, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આપ્યો જવાબ, કહ્યું- તાત્કાલિક પગલાં લેવાયા, ઓવૈસીને સુરક્ષા સ્વીકારવા કરી અપીલ

|

Feb 07, 2022 | 4:20 PM

Asaduddin Owaisi attack case : ઓવૈસીના વાહન પર થયેલા હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી હુમલા કેસમાં તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી.

અસદુદ્દીન ઓવૈસી હુમલાનો મામલો, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આપ્યો જવાબ, કહ્યું- તાત્કાલિક પગલાં લેવાયા, ઓવૈસીને સુરક્ષા સ્વીકારવા કરી અપીલ
Union Home Minister Amit Shah

Follow us on

AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના (Asaduddin Owaisi) વાહન પર ફાયરિંગના મામલામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) રાજ્યસભામાં પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ઓવૈસીનો હાપુડ જિલ્લામાં કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ નહોતો, તેમની હિલચાલ વિશે અગાઉ જિલ્લા કંટ્રોલ રૂમને કોઈ માહિતી પણ મોકલવામાં આવી ન હતી. ઘટના બાદ તેઓ સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા છે. ઝડપી કાર્યવાહી કરીને, બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, આરોપી પાસેથી બે ગેરકાયદે પિસ્તોલ અને એક અલ્ટો કાર મળી આવી હતી. ફોરેન્સિક ટીમ દ્વારા કાર અને ગુનાના સ્થળની ઝીણવટભરી તપાસ કરાઈ હતી અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

અમિત શાહે વધુમાં કહ્યું હતુ કે, ‘ઓવૈસી ઉપર રહેલ જોખમની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને બુલેટપ્રૂફ વાહન અને Z સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ તેમની પાસેથી મળેલી મૌખિક માહિતી મુજબ ઓવૈસી એ સરકાર દ્વારા આપવામાં આવનારી સુરક્ષા સંબધિત વ્યવસ્થા સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. હું ઓવૈસીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સ્વીકારવા વિનંતી કરું છું. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલા પ્રારંભિક ઇનપુટ્સના આધારે, કેન્દ્રએ તેમને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ઓવૈસીએ સુરક્ષા ના લેવાના કારણે દિલ્હી અને તેલંગાણા પોલીસના તેમને સુરક્ષા આપવાના પ્રયાસો પણ સફળ થયા ના હતા.

અસદુદ્દીન ઓવૈસીએ થોડા દિવસો પહેલા પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કારની તસવીર ટ્વીટ કરી હતી. તેમની સફેદ રંગની એસયુવી પર ગોળીબારના નિશાન હતા. જ્યારે એક ગોળી કારના ટાયરમાં વાગી હતી. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. આ આરોપીઓમાં એકનું નામ સચિન છે. જે એક અલગ કેસમાં હત્યાના પ્રયાસના આરોપનો સામનો કરી રહ્યો છે. તે હિન્દુ સંગઠનનો સભ્ય હોવાનો દાવો કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓ સાથે સચિનની તસવીરો સામે આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચોઃ

ઓવૈસી પર ગોળીબારના આરોપી સચિને કર્યો ખુલાસો, તેણે મને ફાયરિંગ કરતો જોયો અને જીવ બચાવવા કારની નીચે છુપાઈ ગયા

 

આ પણ વાંચોઃ

UP Election 2022 : પીએમ મોદીએ બિજનૌરના વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું કે, નકલી સમાજવાદીઓથી ગેરમાર્ગે ન દોરો, યોગી સરકારમાં ભત્રીજાવાદથી છુટકારો મળ્યો

 

Published On - 3:56 pm, Mon, 7 February 22

Next Article