ચીનની ઊંઘ થશે હરામ ! Arunachal Pradesh બનશે ટુરિસ્ટ હબ, વિશ્વયુદ્ધના આ દ્રશ્યો પણ જોવા મળશે

|

Apr 14, 2023 | 3:58 PM

India's Answer To China:પૂર્વી અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર કિબિથુ અને મેશાઈ ખાતે હોમસ્ટે, કેમ્પિંગ સાઇટ્સ, ઝિપ-લાઈન અને ટ્રેકિંગ રૂટ વિકસાવવાનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે.

ચીનની ઊંઘ થશે હરામ ! Arunachal Pradesh બનશે ટુરિસ્ટ હબ, વિશ્વયુદ્ધના આ દ્રશ્યો પણ જોવા મળશે

Follow us on

એલએસી પર ચીનની કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવા માટે, ભારતે અરુણાચલ પ્રદેશના સરહદી ગામોને ‘ ટુરિસ્ટ હબ ‘ બનાવવાની દિશામાં પગલાં લીધાં છે. civil-military partnership હેઠળ, સરહદી ગામોની કાયાકલ્પ કરી ચીનના કહેવાતા મોડલ વિલેજ પ્રોગ્રામને ધૂળ ચાટવાની તૈયારી કરવામાં આવી રહી છે.ચીનની ગતિવિધિઓનો તેની જ ભાષામાં જવાબ આપવા માટે મોદી સરકારે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે.

આ અંતર્ગત માત્ર સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે એટલું જ નહીં પરંતુ સરહદી ગામડાઓમાંથી સ્થળાંતર રોકવામાં પણ સફળતા મળશે. આ તમામ બાબતો એવા સમયે થઈ રહી છે જ્યારે ચીન સતત પૂર્વોત્તરના રાજ્યોને પોતાનું જાહેર કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે.

પ્રાકૃતિક સુંદરતાની સાથે આ વસ્તુઓનો લાભ ઉઠાવી શકાશે

એક વેબસાઈટના રિપોર્ટ મુજબ આ સરહદી ગામોમાં હોમસ્ટ્રે, ટ્રેકિંગ, કેમ્પિંગ સાઈટ્સ, એડવેન્ચર સ્પોર્ટસ અને આધ્યાત્મિક પર્યટનને વિકસિત કરવા પર જોર આપવામાં આવી રહ્યું છે. પૂર્વ અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ કિબિથૂ અને મેશાઈમાં હોમસ્ટે, કેમ્પિંગ સાઈટસ, જીપ-લાઈન અને ટ્રેકિંગ રુટ વિકસિત કરવાનું કામ પહેલાથી જ ચાલી રહ્યું છે. આટલું જ નહિ રાજ્યના પૂર્વ ભાગોમાં અંજૉ જિલ્લાના અન્ય વિસ્તારોમાં સ્થાનિક લોકોના ઘરોને પણ વિકસિત કરવાના કામને જોર આપવાનું શરુ કરી દીધું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હેલિકોપ્ટરની મદદથી સરળતાથી પહોચશે

રિપોર્ટ મુજબ અરુણાચલ પ્રદેશ સુધી લોકોને પહોંચવાનું સરળ બનાવવા માટે રાજ્ય પ્રશાસને ભારતીય વાયુસેના (IAF) ના સૌથી નજીકના એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ વાલાંગ ખાતે હેલિકોપ્ટર માટે કોમર્શિયલ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. આ દ્વારા લોકોને ડિબ્રુગઢથી ઉડાન ભરવામાં મદદ થશે.

10 એપ્રિલના રોજ, મોદી સરકારના ગૃહ પ્રધાન અમિત શાહે અરુણાચલ પ્રદેશના કિબિથુમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ કાર્યક્રમમાં કહ્યું કે અમે અરુણાચલના લોકોને રાફ્ટિંગ, પેરાગ્લાઈડિંગ, કાર અને બાઈક રેલી, માછીમારી અને અન્ય સાહસિક રમતોની તાલીમ આપી છે.

પેમા ખાંડુએ કહ્યું કે અરુણાચલમાં આકર્ષક પર્વતો અને અદભૂત ખીણો સાથે લોકો માટે અનુભવ કરવા માટે ઘણું બધું છે. રસ્તાઓનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને નવા ટ્રેકિંગ રૂટ ખોલવામાં આવ્યા છે. પીએમઓ પોતે આ ગામોમાં કામ પર નજર રાખી રહ્યું છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

     દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article