ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોનો અસામાજીક ચેહેરો ચમક્યો, પોલીસ કર્મીને ધમકી આપતો વિડિયો વાયરલ, ‘તમે ઝંડા ખેંચશો તો અમે તમારા બિલ્લા ખેંચીશુ’

|

Nov 24, 2021 | 12:48 PM

વાયરલ વીડિયોમાં નેતાઓ ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તમે અમારા પોસ્ટરને ફાડશો તો અમે તમારો બિલ્લો તોડી નાખીશું. 

ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોનો અસામાજીક ચેહેરો ચમક્યો, પોલીસ કર્મીને ધમકી આપતો વિડિયો વાયરલ, તમે ઝંડા ખેંચશો તો અમે તમારા બિલ્લા ખેંચીશુ
SP councilor threatening the inspector is going viral

Follow us on

Samajwadi Party: યુપીના કાનપુર(Kanpur)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેમાં સમાજવાદી પાર્ટી(Samajwadi Party)નો એક કાઉન્સિલર ઈન્સ્પેક્ટરને ધમકાવતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં નેતાઓ ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તમે અમારા પોસ્ટરને ફાડશો તો અમે તમારો બિલ્લો તોડી નાખીશું. 

વાસ્તવમાં, મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી યોગી કાનપુર-બુંદેલખંડ ક્ષેત્રીય કાર્યાલય (BJP Regional Office)ના ઉદ્ઘાટનમાં પહોંચવાના હતા. આ પહેલા પણ સમાજવાદી પાર્ટીના કાઉન્સિલર અને સમાજવાદી પાર્ટી યુવા સભાના જિલ્લા અધ્યક્ષ અર્પિત યાદવે(Arpit Yadav) સવારે 4 વાગે ભાજપના પ્રદેશ કાર્યાલય પર બેનર લટકાવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, ખાલી પડેલી આખી જમીન પર મૌરંગ મંડી બનાવવાની હતી અને દક્ષિણના રહેવાસીઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવવાની હતી ત્યાં પહેલા ભાજપનું કાર્યાલય બની ગયું. કાનપુર દક્ષિણના લોકો પર દયા કરો. 

જે બાદ બરા પોલીસે કાર્યાલય બનાવવા અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા સામે વિરોધ કરતા એસપી યુવા સભાના ગ્રામીણ જિલ્લા પ્રમુખની ધરપકડ કરી હતી. જે બાદ એસપી કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને હંગામો મચાવ્યો હતો. પોલીસે તેની સામે શાંતિ ભંગ કરવા બદલ કાર્યવાહી કરી હતી. તે જ સમયે, ધરપકડ પછી, અર્પિત યાદવની બરા આઉટપોસ્ટના પ્રભારી પવન મિશ્રા સાથે ઘણી ચર્ચા થઈ હતી. આ દરમિયાન, તેણે ધમકી આપતા કહી રહ્યા હતા કે જો તમે અમારા પોસ્ટરને ફાડશો તો અમે તમારો બેજ ઉખાડી લઈશુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અખિલેશ યાદવ પર આકરા પ્રહારો

આ દરમિયાન પોલીસ પર એસપીનો ઝંડો ખેંચવાનો આરોપ લાગ્યો હતો. મુખ્યમંત્રીના આગમનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના રાજ્ય સચિવ વિકાસ અવસ્થી, કાઉન્સિલર જેપી પાલ અને શૈલેન્દ્ર યાદવની બરા પોલીસે ધરપકડ કરી હતી. ઈન્સ્પેક્ટરે કહ્યું કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂરો થયા બાદ ત્રણેયને બોન્ડ પર છોડવામાં આવ્યા હતા. કાનપુર પહોંચેલા જેપી નડ્ડાએ સમાજવાદી પાર્ટી અને પાર્ટીના વડા અખિલેશ યાદવ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

આ સાથે જ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા નડ્ડાએ કહ્યું કે જ્યારે તમે ચૂંટણીમાં જશો ત્યારે મતદારોની સામે કહી શકશો કે અમે એ પાર્ટીના કાર્યકર્તા છીએ, જેના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ.

Published On - 12:47 pm, Wed, 24 November 21

Next Article