‘આપ’ પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો ભાજપે સ્ટીંગ ઓપરેશન કરીને આપ્યો, પાર્ટી નેતા મુકેશ ગોયલ અને કેજરીવાલ પર વસુલીનો આરોપ, જુઓ VIDEO

સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Kejriwal)અને મુકેશ ગોયલ પર પણ નિશાન સાધ્યું. પાત્રાએ કહ્યું કે, ગોયલે SCD ચૂંટણી માટે ગેરકાયદેસર વસૂલાત કરી છે.

આપ પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો ભાજપે સ્ટીંગ ઓપરેશન કરીને આપ્યો, પાર્ટી નેતા મુકેશ ગોયલ અને કેજરીવાલ પર વસુલીનો આરોપ, જુઓ VIDEO
Another proof of 'AAP' party's corruption was given by BJP by sting operation
| Edited By: | Updated on: Nov 18, 2022 | 1:27 PM

દિલ્હીમાં MCD ચૂંટણી પહેલા બીજેપી નેતા સંબિત પાત્રાએ આમ આદમી પાર્ટીના નેતા મુકેશ ગોયલ વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના મધ્યપ્રદેશના પ્રભારી એવા કટ્ટર ભ્રષ્ટ પક્ષના કટ્ટર ભ્રષ્ટ નેતા મુકેશ ગોયલનું સ્ટિંગ સામે આવ્યું છે. આખી આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારમાં સામેલ છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મુકેશ ગોયલ પર પણ નિશાન સાધ્યું. પાત્રાએ કહ્યું કે, ગોયલે MCD ચૂંટણી માટે ગેરકાયદેસર વસૂલાત કરી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ તેમના વિના કોઈ નિર્ણય લેતા નથી અને આ લોકોએ મળીને MCD ટિકિટ વેચી છે.

 

અગાઉ દારૂકાંડ પર ભાજપે સ્ટીંગ ઓપરેશન કર્યુ હતું

AAPની દારૂની નીતિને લઈને ભાજપે (BJP) અગાઉ એક સ્ટિંગ ઓપરેશન (Sting Operation)જારી કર્યું હતું. CBI FIRમાં આરોપી નંબર 9 અમિત અરોરાનો વીડિયો સામે આવ્યો હતો. આ વિડિયો જાહેર કરતી વખતે ભાજપે કહ્યું કે કમિશન પોતે નક્કી કરીને AAPએ પોતાના લોકોને ફાયદો કરાવ્યો છે. આ કૌભાંડના પૈસા પંજાબ અને ગોવાની ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હતા.  ભાજપે કહ્યું કે જો સ્ટિંગ વીડિયો સામે છે છતા અરવિંદ કેજરીવાલ કેમ પગલાં લેતા નથી.

પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કથિત દારૂ કૌભાંડના આરોપી અમિત અરોરાના કથિત સ્ટિંગ ઓપરેશનનો ઉલ્લેખ કર્યો. તેમણે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કે તેઓ કાં તો આ મામલે પગલાં લે અથવા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા અંગેના તેમના અગાઉના નિવેદનો માટે જાહેર માફી માંગે. ત્રિવેદીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના કૌભાંડના સ્ટિંગ સામે આવ્યા છે, કૌભાંડના આરોપી નંબર-9 અમિત અરોરાએ સમગ્ર પોલ ખુલ્લી પાડી દીધી છે. કોની પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા, કેવી રીતે કૌભાંડ થયું આ તમામ બાબતોનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડ માટે જ પોલીસી તૈયાર કરવામાં આવી હતી.