
2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની રચના કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 39 નેતાઓને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, પ્રથમ વખત સચિન પાયલટ, શશિ થરૂર, આનંદ શર્મા, અશોક ચવ્હાણ અને ચરણજીત સિંહ ચન્નીને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા, એકે એન્ટની, મીરા કુમાર, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ પણ CWCમાં સામેલ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં 32 કાયમી આમંત્રિતો અને 9 ખાસ આમંત્રિતોનો સમાવેશ થાય છે.
The Congress President Shri @kharge has constituted the Congress Working Committee.
Here is the list: pic.twitter.com/dwPdbtxvY5
— Congress (@INCIndia) August 20, 2023
આજરોજ જાહેર થયેલી CWC માં ગુજરાત કોંગ્રેસમાંથી, ગુજરાત કોંગ્રસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને દીપક બાબરીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ મલ્લિકાર્જુન ખડગે સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી હતી. જોકે જીત ખડગેની થઈ હતી. હવે ખડગેએ થરૂરને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. CWCની યાદી અનુસાર, ટોચના નેતાઓમાં ખડગે પછી સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટોની, અંબિકા સોની, મીરા કુમાર, દિગ્વિજય સિંહ અને પી ચિદમ્બરમનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI), મહિલા કોંગ્રેસ અને સેવાદળના ચાર ફોરવર્ડ સંગઠનોના પ્રમુખ કોંગ્રેસ કેટેગરી કમિટીના હોદ્દેદાર સભ્યો હશે. પાર્ટીના વડા ખડગેએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી બાદ કાર્યભાર સંભાળ્યો હતો. લગભગ 10 મહિના પછી તેમણે વર્કિંગ કમિટીની રચના કરી છે.
Published On - 5:45 pm, Sun, 20 August 23