મુખ્યપ્રધાનની બહેનની ધરપકડ, પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે હળવો બળપ્રયોગ કર્યો

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલાએ ટીઆરએસના ધારાસભ્ય પી. સુદર્શન રેડ્ડી વિશે કથિત રીતે કેટલીક અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાનની બહેનની ધરપકડ, પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે હળવો બળપ્રયોગ કર્યો
Sharmila Reddy Arrested
Image Credit source: ANI
| Edited By: | Updated on: Nov 28, 2022 | 7:55 PM

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલાએ ટીઆરએસના ધારાસભ્ય પી. સુદર્શન રેડ્ડી વિશે કથિત રીતે કેટલીક અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. YSRTPના કાર્યકરોએ ધરપકડનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસ અને TRS સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો.

શર્મિલા પોલીસ પાસેથી જાણવા માંગતી હતી કે તેમની બસ પર હુમલો કરનારાઓની ધરપકડ કરવાને બદલે તેમની ધરપકડ શા માટે કરવામાં આવી રહી છે. YSRTPએ આરોપ લગાવ્યો કે શર્મિલા તેની પ્રજા પ્રસ્થાનમ પદયાત્રા દરમિયાન આરામ કરવા માટે જે બસનો ઉપયોગ કરે છે, તેના પર સત્તાધારી TRS પક્ષના સભ્યોએ હુમલો કર્યો અને સળગાવી દીધી હતી. ટોળાએ YSR તેલંગાણા પાર્ટીના નેતાઓની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના વારંગલ જિલ્લાના ચેન્નરોપેટા મંડલના લિંગાગિરી ગામ પાસે બની હતી.

શર્મિલા 223માં દિવસે પદયાત્રામાં ભાગ લઈ રહી હતી. તેમણે કહ્યું “છેલ્લા 223 દિવસોથી હું અને મારી પાર્ટીના નેતાઓ અને પ્રતિનિધિઓ તેલંગાણામાં વિવિધ વર્ગોના લોકોની દુર્દશાને ઉજાગર કરવા માટે શાંતિપૂર્ણ પદયાત્રાઓ કરી રહ્યા છીએ. અમારી વધતી લોકપ્રિયતાએ મુખ્ય પ્રધાન કેસીઆર અને તેમના પક્ષકારોને આંચકો આપ્યો જે મને અહીં રોકવા માંગે છે.

પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીની પુત્રીએ કહ્યું કે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક પોલીસ અધિકારીઓ શાસક પક્ષનો પક્ષ લઈ રહ્યા છે અને “લોકો સુધી પહોંચવા અને તેમના મુદ્દાઓ ઉઠાવવાના અમારા પ્રયાસોને અવરોધે છે”. પ્રજા પ્રસ્થાનમ પદયાત્રાએ રાજ્યના 75 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતા અત્યાર સુધીમાં 3,500 કિલોમીટરનો આંકડો પાર કર્યો છે. તેઓએ અત્યાર સુધીમાં 4 મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે 208 મંડળો અને 61 નગરપાલિકાઓ હેઠળના 1863 ગામોને આવરી લીધા છે.