કાશ્મીરને લઈને દિલ્લીમાં મહત્વની બેઠક, અમિત શાહ બનાવાશે ખાસ રણનીતિ

|

Oct 09, 2021 | 8:31 AM

જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા બેઠક માટે દિલ્હી જવા રવાના થયા છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર વિચાર -વિમર્શ થશે.

કાશ્મીરને લઈને દિલ્લીમાં મહત્વની બેઠક, અમિત શાહ બનાવાશે ખાસ રણનીતિ
security forces deployed at kashmir

Follow us on

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર શનિવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા બેઠક માટે દિલ્હી જવા રવાના થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર વિચાર -વિમર્શ થશે. કાશ્મીર ખીણમાં હિન્દુઓ અને શીખોને નિશાન બનાવવાની ઘટનાની સાથે સાથે બેઠકમાં ટાર્ગેટ કિલિંગ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી માટે વ્યૂહરચના બનાવવામાં આવશે.

બપોર બાદ યોજાનારી આ મહત્વની સૂચિત બેઠકમાં, એલજી વહીવટીતંત્ર દ્વારા લઘુમતીઓને નિશાન બનાવતા આતંકવાદીઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવેલી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવશે. ગૃહમંત્રી ગુજરાત પ્રવાસથી પાછા ફર્યા બાદ તરત જ બેઠક બોલાવવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ અજય ભલ્લા પણ આમાં હાજર રહે તેવી શક્યતા છે. આ સિવાય ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ -કાશ્મીર વહીવટીતંત્રના અધિકારીઓ પણ હાજર રહેશે.

ગુરુવારે શ્રીનગરમાં શાળામાં ઘૂસેલા આતંકવાદીઓ દ્વારા આચાર્ય સુપિન્દર કૌર અને જમ્મુ નિવાસી શિક્ષક દીપક ચંદની હત્યા કર્યા બાદ તરત જ ગૃહમંત્રીએ દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક યોજી હતી. જમ્મુ કાશ્મીરના લઘુમતી સમુદાય પર હુમલાને રોકવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં આતંકવાદીઓની નવી મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

IB ના વરિષ્ઠ અધિકારીઓને શ્રીનગર મોકલવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુરુવારે એનએસએ ડોવાલ સાથેની બેઠક બાદ, IB ના એક વરિષ્ઠ અધિકારીને શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. જેઓ આતંકીઓ સામેના સમગ્ર ઓપરેશનની દેખરેખ રાખશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ અને તેમના કમાન્ડરો માર્યા ગયા બાદ પાકિસ્તાની હેન્ડલરો નિરાશ થયા હતા. તેઓએ તેમની વ્યૂહરચના બદલી છે અને નિશસ્ત્ર પોલીસકર્મીઓ, નિર્દોષ નાગરિકો, રાજકારણીઓ અને કાશ્મીર ખીણ પ્રદેશમાં વસતા લઘુમતી સમુદાયના લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચોઃ Lakhimpur Kheri Violence: આજે પોલીસ સમક્ષ હાજર થશે આશિષ મિશ્રા, ગૃહ રાજ્ય મંત્રીએ કર્યો દીકરાનો બચાવ, જાણો અત્યાર સુધીની દરેક અપડેટ

આ પણ વાંચોઃ Denmark PM’s India Visit: ડેન્માર્ક PM ફ્રેડરીંક્સ 3 દિવસ ભારતની મુલાકાતે, રાષ્ટ્રપતિ કોવિંદ સાથે કરશે મુલાકાત, PM મોદી સાથે હશે દ્વિપક્ષીય બેઠક

Next Article