અજમેરમાં કોંગ્રેસ પર ગર્જ્યા અમિત શાહ, રાજસ્થાનને ગેહલોત સરકારે કોંગ્રેસ પાર્ટીનું એટીએમ બનાવી દીધુ

|

Nov 17, 2023 | 8:34 PM

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરતા ગેહલોત સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રકાર કર્યા. શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે રાજસ્થાનને એટીએમ મશીન બનાવી રાખી છે અને અહીથી રૂપિયા ઉપાડવાનું કામ કરી રહ્યા છે. આ સરકાર દેશની સૌથી ભ્રષ્ટ અને નકામી સરકાર છે. 

અજમેરમાં કોંગ્રેસ પર ગર્જ્યા અમિત શાહ, રાજસ્થાનને ગેહલોત સરકારે કોંગ્રેસ પાર્ટીનું એટીએમ બનાવી દીધુ
Amit Shah

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે તેઓ રાજસ્થાનને તેનું એટીએમ માને છે અને તેમના દિલ્હીના નેતા પૈસા ઉપાડવા માટે આ આ કાર્ડ સ્વાઈપ કરે છે. અજમેરના વિજયનગરમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કોંગ્રેસે તેની વોટબેંક જાળવી રાખવા માટે તુષ્ટિકરણની રાજનીતિની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે જણાવ્યુ કે ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ, બળાત્કાર અને મહિલાઓ વિરુદ્ધ અન્ય અપરાધ, સાઈબર ક્રાઈમ અને મોંઘવારી ઈન્ડેક્સના મામલે રાજ્ય નંબર વન પર છે.

તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનને એટીએમ સમજી લીધુ છે. જ્યાં દિલ્હીના તેમના નેતાઓ કાર્ડ સ્વાઈપ કરે છે. પૈસા પરત લઈ લો, આવી સરકારને બહારનો રસ્તો બતાવી દેવો જોઈએ.  તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે “વોટ બેંકની રાજનીતિ માટે રાજસ્થાનમાં ગેહલોત સરકારે તમામ હદો પાર કરી દીધી છે. ઉદયપુરમાં ધોળા દિવસે કન્હૈયાલાલની હત્યા કરી દેવામાં આવી, પરંતુ તેમના મોં માંથી એક શબ્દ સુદ્ધા ન નીકળ્યો.”

ભ્રષ્ટાચારમાં ગેહલોત સરકાર નંબર વન

Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા

શાહે જણાવ્યુ કે કોંગ્રેસે રાજસ્થાનને તોફાનોનું રાજ્ય બનાવી દીધુ છે. રાજ્યમાં 25 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે પરિણામ આવશે. જો કોંગ્રેસ ફરી સત્તામાં આવશે તો પ્રતિબંધિત પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠનોને ખુલ્લી છૂટ મળી જશે અને રાજસ્થાન ક્યારેય સુરક્ષિત નહીં રહે. તેમણે જણાવ્યુ કે તમે પાંચ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર જોઈ, આ પાંચ વર્ષમાં કોંગ્રેસે સૌથી મોટુ કામ ભ્રષ્ટાચાર કરવાનું કર્યુ છે. રાશનમાં પણ એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ.

આ પણ વાંચો: રાજકોટમાં જીવલેણ બનતા વીજ કરંટ, છેલ્લા સાત મહિનામાં 40 લોકોના થયા મોત

ભ્રષ્ટાચારીઓને ઉલ્ટા લટકાવી સીધા કરી દઈશું

અમિત શાહે કહ્યુ કે મારા જીવનમાં મે ક્યારેય આવી ભ્રષ્ટ સરકાર નથી જોઈ. આજે તમને બધાને વચન આપુ છુ કે મોદીજીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર બનશે તો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે અને જેમણે પણ રૂપિયા ખાધા છે તેમને ઉલ્ટા લટકાવી સીધા કરવાનું કામ કરવામાં આવશે. અમિત શાહે ઉમેર્યુ કે હું દેશભરમાં ફરુ છુ, પરંતુ આવી નકામી સરકાર નથી જોઈ. આ સરકાર ના તો મહિલાઓને સુરક્ષા આપી શકી છે ન તો કાયદો વ્યવસ્થા જાળવી શકી છે. તેમણે કહ્યુ આજકાલ ગેહલોત સાહેબ લાલ શર્ટ જોઈને ચિડાઈ જાય છે અને લાલ ડાયરીના કાળા કારનામાથી ગેહલોત સાહેબ ડરી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:28 pm, Fri, 17 November 23

Next Article