UP Assembly Election 2022: CM યોગી અને જેપી નડ્ડા સાથે ગૃહપ્રધાન અમિત શાહે કરી 3 કલાકથી વધુની બેઠક, જાણો ક્યાં મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા ?

|

Aug 20, 2021 | 7:28 AM

ભાજપ સરકારની યોજનાઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની કોઈ તક છોડવા માંગતી નથી

UP Assembly Election 2022: CM યોગી અને જેપી નડ્ડા સાથે ગૃહપ્રધાન અમિત શાહે કરી 3 કલાકથી વધુની બેઠક, જાણો ક્યાં મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા ?
CM યોગી અને જેપી નડ્ડા સાથે ગૃહ મંત્રી અમિત શાહે કરી 3 કલાકથી વધુની મિટિંગ

Follow us on

UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022 નજીક આવી રહી છે ત્યારે ભાજપે તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના નિવાસસ્થાને ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (CM Yogi & JP Nadda) પણ બેઠકમાં હાજર હતા. CM યોગીની સાથે યુપી ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મંત્રી સુનીલ બંસલ (Sunil Bansal) પણ શાહની સભામાં પહોંચ્યા હતા. 3 કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ચૂંટણી સંબંધિત અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પક્ષના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગુરુવારે યોજાયેલી બેઠકમાં, ચૂંટણી જીતવાની રણનીતિ, 23 ઓગસ્ટથી શરૂ થતો બુથ વિજય સંકલ્પ કાર્યક્રમ અને આગામી મહિનાઓમાં પાર્ટી કેવી રીતે કામ કરશે, તેના પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ આગામી દિવસોમાં રાજ્યના ભાજપના ટોચના નેતાઓના કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદ (Sanjay Nishad) પણ સામેલ હતા. સમાચાર અનુસાર, સંજય નિષાદે બેઠકમાં તેમની પાર્ટીની આગામી ચૂંટણીઓ અંગેની યોજના અંગે ચર્ચા કરી હતી.

આ સાથે નિષાદ પાર્ટી યુપીની ચૂંટણીમાં વધુ બેઠકોની માંગ કરી રહી છે. મળતી માહિતી મુજબ, બેઠકમાં સીએમ યોગીને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સિદ્ધિઓની મુલાકાત માટે રોડમેપ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

સાથે જ સીએમ યોગીને ઓબીસી અંગેના કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને ગ્રાસરૂટ લેવલે લોકો સુધી પહોંચાડવા માટે વ્યૂહરચના બનાવવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્રએ ઓબીસી માટે ઓલ ઈન્ડિયા ટીચર્સ ક્વોટામાં 27 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ સંસદ દ્વારા OBC બિલ પણ પસાર કરવામાં આવ્યું છે.

સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની તૈયારી
કેન્દ્રની આ તમામ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. ગઈકાલે અમિત શાહના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ સરકારની યોજનાઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની કોઈ તક છોડવા માંગતી નથી. એટલા માટે અસરકારક વ્યૂહરચના બનાવવા પર ભાર મૂકવામાં આવે છે.

જણાવી દઈએ કે યુપી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. ઓવૈસ પણ પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. તે જ સમયે, સપા (SP) અને બસપા(BSP) એ પણ ભાજપની ઘેરાબંધી માટે તૈયારી કરી લીધી છે. આવી સ્થિતિમાં પક્ષ વિરોધીઓને હરાવવાની કોઈ તક છોડવાના મૂડમાં દેખાતો નથી.

આ પણ વાંચો: Ahmedabad : નવરંગપુરાના હાર્ડવેરના વેપારીના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: Somnath temple : આજે પીએમ મોદી સમુદ્ર દર્શન પથ સહિતના વિકાસ કામોનું વર્ચ્યુલ લોકાર્પણ કરશે

 

 

 

 

Next Article