Adani મામલે અમિત શાહએ તોડ્યુ મૌન, કહ્યું “ખોટુ થયું હશે તો છોડવામાં નહીં આવે”!

|

Mar 18, 2023 | 9:42 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી કાર્યક્રમમાં કહ્યું કે અદાણી કેસ પર સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિની રચના કરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો કંઇ ખોટું થયું હોય તો તેને છોડવામાં નહીં આવે.

Adani મામલે અમિત શાહએ તોડ્યુ મૌન, કહ્યું ખોટુ થયું હશે તો છોડવામાં નહીં આવે!
Amit Shah

Follow us on

દેશમાં અદાણી-હિંડનબર્ગ મુદ્દે વિપક્ષ સતત હોબાળો મચાવી રહ્યો છે. હવે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૌન તોડ્યું છે. આ વિવાદની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) બનાવવાની વિપક્ષની માગ પર અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે અને કોર્ટે એક તપાસ સમિતિની પણ રચના કરી છે. તેમણે કહ્યું કે જો કંઇક ખોટું થયું હોય તો કોઇને બક્ષવામાં એટલે કે છોડવામાં નહીં આવે .

અદાણી મામલે તપાસ સમિતિની રચના

એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકારને આ વિવાદ પર કોઈ ભ્રમ નથી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે તપાસ સમિતિની રચના કરી છે. હવે લોકોએ ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ કરવો જોઈએ.” તેમણે કહ્યું, “જો કોઈની પાસે આ મામલાને લગતા પુરાવા છે તો તેને સુપ્રીમ કોર્ટની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે.”

અમિત શાહે વધુમાં કહ્યું કે, જો કંઇ ખોટું થયું હોય તો કોઇને પણ બક્ષવામાં ન આવે. તેમણે કહ્યું, “ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ પહેલાથી જ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે આ મામલાની તપાસ કરી રહી છે.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પીએમ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે

તે જ સમયે, અમિત શાહે કાર્યક્રમમાં કહ્યું કે, બીજેપીના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) વર્ષ 2024માં પણ સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. તેમણે કહ્યું કે મોદી સરકાર આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ત્રણ મહત્વના મુદ્દાઓ, નોર્થ ઈસ્ટ અને નક્સલવાદી સમસ્યાનો મોટાભાગે ઉકેલ આવી ગયો છે.

દેશમાં આગામી સરકાર ભાજપ જ બનાવશે – શાહ

2024ની લોકસભા ચૂંટણી અંગે અમિત શાહે કહ્યું કે, “દેશના આગામી વડાપ્રધાન કોણ હશે તે જનતા નક્કી કરશે. મેં દેશના તમામ ભાગોની મુલાકાત લીધી છે અને મને સમજાયું છે કે દેશમાં આગામી સરકાર ભાજપની જ બનશે અને મોદી સતત ત્રીજી વખત પીએમ બનશે. તેમણે કહ્યું, “1970 પછી આ પ્રથમ વખત હશે, જ્યારે કોઈ PM સતત ત્રીજી વખત ચૂંટાશે. અમને 303થી વધુ બેઠકો મળશે.

શું કહ્યું અમિત શાહે?

શાહે કહ્યું કે જો કોઈની પાસે પુરાવા હોય તો તેને સુપ્રીમ કોર્ટની કમિટી સમક્ષ રજૂ કરવા જોઈએ. તેમણે એ પણ ખાતરી આપી કે “જો કંઇક ખોટું થયું હોય તો કોઈને બક્ષવામાં આવશે નહીં” અને દરેકને ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ કરવો જોઈએ. “તેમ છતાં, જો તમને લાગે કે રિપોર્ટ સાચો નથી, તો તમારે આ બાબતને ઉઠાવવી જોઈએ અથવા તેનો વિરોધ કરવો જોઈએ. સેબી અને સુપ્રીમ કોર્ટ બંને સમાંતર તપાસ કરશે અને સેબીએ પહેલાથી જ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે તે આ મામલાની તપાસ કરી રહી છે.

Next Article