યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન G20 સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે. આ દરમિયાન અમેરિકી સંસદમાં બે કાયદા રજૂ કરવામાં આવ્યા છે. અમેરિકી સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના બે અગ્રણી સભ્યો RepGregoryMeeks અને કોંગ્રેસમેન એન્ડી બારે ભારતની તરફેણમાં કાયદો બનાવવા માટે એક ડ્રાફ્ટ રજૂ કર્યો છે. વાસ્તવમાં, GregoryMeeks હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ફોરેન અફેર્સ કમિટીના રેન્કિંગ મેમ્બર છે અને એન્ડી બાર ઈન્ડિયા કોકસના વાઇસ પ્રેસિડેન્ટ છે.
આ કાયદો બનાવવાનો હેતુ ભારતમાંથી હાઈ-ટેક વસ્તુઓની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો છે જેથી કરીને સંવેદનશીલ ટેક્નોલોજીની નિકાસ અવરોધ વિના થઈ શકે. આ સાથે ભારત સાથે દ્વિપક્ષીય ટેક્નોલોજી સહયોગને પ્રોત્સાહન આપવાનું છે.
ગ્રેગરી મીક્સ અને એન્ડી બારે શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારત તરફી કાયદો રજૂ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદો વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળથી ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોનું પરિણામ છે.
RM @RepGregoryMeeks and Vice Chair of the House India Caucus @RepAndyBarr issue statement upon introducing the “Technology Exports to India Act” to facilitate the sale of high-performance computers and related equipment to India and strengthen US-India technology cooperation: pic.twitter.com/rhCL02OW0W
— House Foreign Affairs Committee Dems (@HouseForeign) September 8, 2023
એક મીડિયા અહેવાલ મુજબ, ‘ટેક્નોલોજી એક્સપોર્ટ્સ ટુ ઈન્ડિયા એક્ટ’ ભારત માટે અમેરિકામાં ઉચ્ચ શક્તિવાળા કમ્પ્યુટર્સ અને તેના ઉપકરણો વેચવાનો માર્ગ ખોલી શકે છે. આ કાયદો ભારત અને અમેરિકા વચ્ચે ટેકનિકલ સહયોગને મજબૂત બનાવશે.
આ પણ વાંચો : વિશ્વમાં ભારતનો ડંકો.. G20માં મળી નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશનને મંજૂરી, જાણો તેનો અર્થ શું છે
એક સંયુક્ત નિવેદનમાં, બંને કોંગ્રેસમેન ગ્રેગરી મીક્સ અને એન્ડી બારે કહ્યું, ‘અમે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ‘ટેક્નોલોજી એક્સપોર્ટ્સ ટુ ઈન્ડિયા એક્ટ’ રજૂ કરીને ખુશ છીએ. આ બિલ સાથે, ભારતમાં અમેરિકન ડિજિટલ ઉત્પાદનો પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવશે, અને આ ઉત્પાદનો (કમ્પ્યુટર્સ અને તેના ઉત્પાદનો) વાણિજ્ય વિભાગના લાયસન્સ વિના પણ ભારતમાં વેચી શકશે.