Jammu Kashmir : અમરનાથ યાત્રાનો ૨૮ જૂનથી પ્રારંભ, રક્ષાબંધન સુધી ચાલશે યાત્રા

|

Mar 13, 2021 | 6:38 PM

Jammu Kashmir  આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે. જમ્મુમાં શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Jammu Kashmir  આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે. જમ્મુમાં શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાર્ષિક અમરનાથ યાત્રા ગત વર્ષે કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ, આ યાત્રા આ વર્ષે 28 મી જૂનથી શરૂ થશે. Jammu Kashmir ના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાત્રા 28 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. દેશભરમાંથી ભક્તો આખું વર્ષ અમરનાથની યાત્રા માટે રાહ જુએ છે. ત્યારે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ મુસાફરોને આ મુસાફરી સરળ બનાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરે છે.

Jammu Kashmir માં યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે બંને રૂટ પર સીસીટીવી કેમેરાથી રખાશે નજર ખાસ ડ્રોનથી બાજ નજર રખાશે.. જંગલમાં પણ ડ્રોનનો કરાશે ઉપયોગ બુલેટપ્રુફ વાહનોનો પણ થશે ઉપયોગ એમ્બ્યુલન્સ સાથેની બાઈક પણ તૈનાત રહેશે.

 

Next Video