Amarnath Yatra 2023: ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાનો આરંભ, પ્રથમ બેચ થઈ રવાના, LG મનોજ સિન્હાએ લીલી ઝંડી બતાવી કરાવી શરુઆત

|

Jun 30, 2023 | 12:43 PM

લેફ્ટનન્ટ ગવર્નર (LG) અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને ફ્લેગ ઓફ કરી પવિત્ર યાત્રાની શરુઆત કરાવી હતી. આ દરમિયાન જમ્મુનો બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેના રંગમાં રંગાઈ ગયો હતો. ભક્તોએ ભોલેનાથના મંત્રોચ્ચાર કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ સમૂહ પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થયો છે.

Amarnath Yatra 2023: ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાનો આરંભ, પ્રથમ બેચ થઈ રવાના, LG મનોજ સિન્હાએ લીલી ઝંડી બતાવી કરાવી શરુઆત
Amarnath Yatra 2023

Follow us on

Amarnath Yatra: અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે રવાના થયુ છે. આજે સવારે લગભગ 4.15 વાગ્યે પ્રાર્થ બાદ લેફ્ટનન્ટ ગવર્નર (LG) અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને ફ્લેગ ઓફ કરી પવિત્ર યાત્રાની શરુઆત કરાવી હતી. આ દરમિયાન જમ્મુનો બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેના રંગમાં રંગાઈ ગયો હતો. ભક્તોએ ભોલેનાથના મંત્રોચ્ચાર કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ સમૂહ પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થયો છે.

પ્રથમ બેચ યાત્રા માટે રવાના

હિમાલય ક્ષેત્રમાં 3,880 મીટરની ઉંચાઈએ કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન કરવા દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે ભારે બરફ વર્ષા વચ્ચે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી જે બાદ આજે વહેલી સવારે પ્રથમ જૂથને લીલી ઝંડી બતાવી યાત્રાની શરુઆત કરવામાં આવી છે. આ યાત્રા માટે જૂથ પહેલગામ અને બાલતાલ માટે રવાના થયુ છે. મીડિયા અહેવાલો અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે જમ્મુમાં પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

મળતી માહિતી મુજબ અમરનાથની યાત્રાએ જતા ભક્તોમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ભક્તો ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા. ભક્તો કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી બાલતાલ અને પહેલગામ જવા રવાના થયા છે. આ પ્રથમ બેચને 1લી જુલાઈના રોજ દર્શન કરવાનો મોકો મળશે. ઉધમપુર, 137 બટાલિયન સીઆરપીએફના કમાન્ડન્ટ રમેશ કુમારે જણાવ્યું કે યાત્રા હાલમાં જ ટિકરી સ્થિત કાલી માતા મંદિર પહોંચી છે. ટ્રાવેલ સિક્યોરિટીનું કામ ચાલુ છે. તમામ મુસાફરો અને લોકો ઉત્સાહિત છે. સ્થાનિક લોકોએ પણ અમરનાથ યાત્રીઓનું સ્વાગત કર્યું છે.

કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે કરાવી યાત્રાની શરુઆત

વાસ્તવમાં, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (LG) મનોજ સિન્હાએ બેઝ કેમ્પ પહેલા અમરનાથ યાત્રાના પ્રથમ બેચને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે બાબા અમરનાથને તમામ ભક્તો માટે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. એલજીએ કહ્યું કે તમામ ભક્તોને સુરક્ષિત અને આધ્યાત્મિક યાત્રા માટે શુભેચ્છા.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઠેર ઠેર CRPF તૈનાત

માહિતી અનુસાર, મુસાફરોનો આ પહેલો બેચ ભગવાન શિવની 3,880 મીટર ઊંચી ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરશે. આ 62 તીર્થયાત્રા 62 દિવસ સુધી ચાલશે અને કાશ્મીરથી બે રૂટથી શરૂ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે સીઆરપીએફના જવાનો પણ મુસાફરોની સુરક્ષા માટે દરેક જગ્યાએ તૈનાત છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:30 am, Fri, 30 June 23

Next Article