જાણો કેદારનાથની એ ગુફા વિશે જ્યાં ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પર છે. તેઓ જે ગુફામાં ગયા છે તે ગુફા ગયા વર્ષે જ બની છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન આજે અહીં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે. કેદારનાથ મંદિર થી 2 કિલોમીટર દૂર મંદાકિની નદીની […]

જાણો કેદારનાથની એ ગુફા વિશે જ્યાં ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
| Edited By: | Updated on: May 18, 2019 | 7:31 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પર છે. તેઓ જે ગુફામાં ગયા છે તે ગુફા ગયા વર્ષે જ બની છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે.

અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન આજે અહીં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે. કેદારનાથ મંદિર થી 2 કિલોમીટર દૂર મંદાકિની નદીની બીજી તરફ બનેલી આ ગુફા PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

TV9 Gujarati

 

હવે આ ધ્યાન ગુફા યાત્રાળુઓ માટે પણ ખોલી દેવામાં આવી છે. 2013માં આવેલી કુદરતી આપત્તીમાં કેદારનાથ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું હતુ. હજારો લોકોના મૃત્યુ થયા હતા અને સંપુર્ણ જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતુ.

પ્રવાસનનો વ્યવસાય સંપૂર્ણ રીતે ખત્મ થઈ ગયો હતો. વડાપ્રધાન બન્યા પછી મોદીજીની ઈચ્છા હતી કે કેદારનાથનું પુનઃનિર્માણ કરાવવાની યોજના થાય. કેદારનાથ ધામમાં ગુફાઓનુ પણ નિર્માણ થાય તે બાબતે પણ ભાર મુકાયો હતો.

આ પણ વાંચો: ઘણાં હવાઈ દુશ્મનોને એક સાથે તોડી પાડશે ભારતની આ મિસાઈલ, આ છે તેની ખાસિયતો

 

PM મોદીએ 20 ઓક્ટોબર 2017 ના રોજ કેદારનાથના પુનઃનિર્માણ માટે રૂ. 700 કરોડની 5 યોજનાઓ શરૂ કરી હતી. તેમાંની એક યોજના આ ધ્યાન ગુફા બનાવવાની હતી. આ ગુફાની ઊંચાઈ લગભગ 125 હજાર ફીટ છે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલી આ ગુફામાં લગભગ દરેક સુવિધા છે. આ ગુફાની સંભાળ રાખવાની જવાબદારી ગઢવાલ મંડળ વિકાસ નિગમને આપવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us