Budget Session 2022 : બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

|

Jan 21, 2022 | 6:12 PM

કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા 31 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક 31 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે યોજાઈ શકે છે.

Budget Session 2022 : બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરીએ બોલાવી સર્વપક્ષીય બેઠક
Budget Session of Parliament

Follow us on

સંસદનું બજેટ સત્ર (Budget Session) આગામી 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. બીજી તરફ નાણાકીય વર્ષ 20222-23નુ બજેટ ( Budget 2022 ) આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ પહેલા કેન્દ્ર સરકારે (Central Government) સર્વપક્ષીય બેઠક (All party meeting) બોલાવી છે. આ બેઠક 31 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે યોજાઈ શકે છે. મળતી માહિતી મુજબ આ બજેટ સત્ર 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે, બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. સૂત્રોનું માનીએ તો સામાન્ય માણસને આ વર્ષના બજેટથી ઘણી રાહત મળવાની આશા છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો યોજાઈ રહ્યો છે અને જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે અને 7 માર્ચે છેલ્લા તબક્કાનુ મતદાન યોજાશે. પાચેય રાજ્યોની ચૂંટણીનું પરિણામ આગામી 10 માર્ચે જાહેર કરાશે. સંસદના સત્રનો બીજો તબક્કો શરૂ થશે ત્યાં સુધીમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી જશે. આ પાંચ રાજ્યોની મતગણતરી 10 માર્ચે થશે.

સાંસદો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સૂત્રોએ જણાવ્યું કે કોવિડ-19ના સંક્રમણના કેસોમાં વધારાને જોતા સંસદ પરિસરમાં પ્રવેશતા સાંસદો માટે આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ અને સંપૂર્ણ રસીકરણનું પ્રમાણપત્ર હોવું જરૂરી બનશે. નોંધનીય છે કે વર્ષ 2020 માં, સંસદનું આખું ચોમાસુ સત્ર કોવિડ પ્રોટોકોલ હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું જ્યારે રાજ્યસભાની બેઠક પહેલા ભાગમાં અને લોકસભાની બેઠક ઉત્તરાર્ધમાં યોજાઈ હતી. આ પ્રોટોકોલ 2021 ના ​​બજેટ સત્રના પ્રથમ તબક્કામાં અનુસરવામાં આવ્યું હતું.

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે. લોકસભા સચિવાલયના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, 17મી લોકસભાનું આઠમું સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. સરકારના કામકાજને જોતા સત્ર 8 એપ્રિલે સમાપ્ત થઈ શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી સામાન્ય બજેટમાં ક્રિપ્ટોકરન્સીની ખરીદી અને વેચાણને ટેક્સના દાયરામાં લાવવા પર વિચાર કરી શકે છે. બજારના જાણકારોનુ કહેવુ છે કે, ક્રિપ્ટોકરન્સીના વેચાણ અને ખરીદી પર TDS/TCS વસૂલવાનું સરકાર વિચારી શકે છે અને આવા વ્યવહારોને વિશેષ વ્યવહારોના દાયરામાં લાવવા જોઈએ, જેથી આવક વધે. ટેક્સ અધિકારીઓ તેમની માહિતી મેળવી શકે છે.

આ પણ વાંચોઃ

Budget 2022: બજેટમાં Railway ને લઈ નાણાં મંત્રી મોટી જાહેરાત કરી શકે છે, Railtel ના IRCTC માં મર્જરના મળી રહ્યા છે સંકેત

આ પણ વાંચોઃ

Budget 2022: આરોગ્ય ક્ષેત્રને મળશે સૌથી વધુ પ્રાથમિકતા, એસોચેમના સર્વેમાં સામે આવી વાત 

Next Article