Monsoon Session: મોનસૂન સત્રને લઈને સર્વપક્ષીય બેઠક, અનેક પક્ષો રહ્યા ગેરહાજર, લોકસભા અધ્યક્ષે કહ્યું- તમામ પક્ષોએ સહયોગની ખાતરી આપી

|

Jul 16, 2022 | 6:04 PM

Monsoon Session: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ મહિને શરૂ થનારા ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જોકે, કોંગ્રેસ અને ડીએમકે સિવાય, મોટાભાગના વિપક્ષી દળો આ સર્વપક્ષીય બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

Monsoon Session: મોનસૂન સત્રને લઈને સર્વપક્ષીય બેઠક, અનેક પક્ષો રહ્યા ગેરહાજર, લોકસભા અધ્યક્ષે કહ્યું- તમામ પક્ષોએ સહયોગની ખાતરી આપી
લોકસભાના સ્પીકરે ચોમાસુ સત્રને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી
Image Credit source: PTI

Follow us on

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ (Om Birla) આ મહિને શરૂ થતા ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જોકે, કોંગ્રેસ અને ડીએમકે સિવાય, મોટાભાગના વિપક્ષી દળો આ સર્વપક્ષીય બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. વિપક્ષમાંથી માત્ર કોંગ્રેસના (Congress) અધીર રંજન ચૌધરી અને ડીએમકેના ટીઆર બાલુએ બેઠકમાં હાજરી આપી હતી. આ સિવાય ટીએમસી, એનસીપી, સમાજવાદી પાર્ટી, બસપા, બીજેડી, સીપીએમ, જેએમએમ, ટીઆરએસ, ટીડીપી, નેશનલ કોન્ફરન્સ, અકાલી દળ અને અન્ય પક્ષોમાંથી કોઈ પણ બેઠકમાં હાજર નહોતું.

આ બેઠકમાં હાજરી આપનારા અન્ય નેતાઓમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ પ્રહલાદ જોશી, બીજેપી સાંસદ અર્જુન રામ મેઘવાલ, સાંસદ રમા દેવી, અપના દળના કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, YSRCP સાંસદ પીવી મિથુન રેડ્ડી, આરએલજેપી સાંસદ પશુપતિ કુમાર પારસ હતા. આ સિવાય વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના મિથુન રેડ્ડી પણ સર્વપક્ષીય બેઠકમાં સામેલ થયા હતા.

તમામ પક્ષોએ સહયોગની ખાતરી આપી છે – ઓમ બિરલા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ બેઠક અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તમામ પક્ષોએ સહયોગનું આશ્વાસન આપ્યું છે. જણાવી દઈએ કે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે સત્ર દરમિયાન કયા મુદ્દા ઉઠાવવામાં આવશે અને વિવિધ બિલો પર ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવશે. બેઠક દરમિયાન તાજેતરમાં બહાર પાડવામાં આવેલી બિનસંસદીય શબ્દોની યાદી જેવી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે લોકસભાના સ્પીકર સંસદના દરેક સત્રની શરૂઆત પહેલા સર્વપક્ષીય બેઠક યોજે છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે.

સત્ર 18મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે આ વખતે સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે કહ્યું, “આજે સત્રને લઈને તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. મેં તમામ પક્ષોના નેતાઓને દેશના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા વિનંતી કરી છે, ગૃહ દખલ વિના અને ગૌરવ સાથે ચાલવું જોઈએ.

Published On - 6:04 pm, Sat, 16 July 22

Next Article