All India Mayor’s Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, ‘ન્યૂ અર્બન ઈન્ડિયા’ બનાવવા પર ભાર મૂકશે

|

Dec 17, 2021 | 9:22 AM

ભગવાન ભોલેની નગરી કાશીમાં ઓલ ઈન્ડિયા લેવલ મેયર કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોગી મેયરના મહાસંગમને સંબોધશે.

All India Mayors Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, ન્યૂ અર્બન ઈન્ડિયા બનાવવા પર ભાર મૂકશે
PM Narendra Modi

Follow us on

All India Mayors’ Conference વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શુક્રવાર સવારે 10:30 કલાકે વારાણસીમાં યોજાનારી ઓલ ઈન્ડિયા મેયર્સ કોન્ફરન્સનું (All India Mayors Conference) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે અને મેયર્સ કોન્ફરન્સને સંબોધન કરશે. વિવિધ રાજ્યોના શહેરના મેયર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે અને તેની થીમ છે ‘ન્યુ અર્બન ઈન્ડિયા’ (New Urban India). પીએમઓએ એક નિવેદનમા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં જીવન સરળ બનાવવા માટે વડા પ્રધાનનો સતત પ્રયાસ રહ્યો છે, સરકાર શહેરી માળખાકીય સુવિધાઓ (Urban infrastructure) અને સુવિધાઓના અભાવના મુદ્દાઓને ઉકેલવા માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમ અમલમાં મૂકેલ છે.

યુપીમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે
પીએમઓએ કહ્યું કે આ પ્રયાસોનું વિશેષ ધ્યાન ઉત્તર પ્રદેશ રાજ્ય છે, જેણે શહેરી લેન્ડસ્કેપમાં, ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત પ્રગતિ અને પરિવર્તન જોયું છે. પ્રદર્શન માટે 17 થી 19 ડિસેમ્બર દરમિયાન એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે દેશના 100 થી વધુ શહેરોના મેયર વારાણસી પહોંચવા લાગ્યા છે.

સ્વચ્છ ભારત મિશન પર વિશેષ ચર્ચા
મેયર કાશીના વિકાસનો અભ્યાસ કરવા ઉપરાંત જીર્ણોદ્ધાર અને વિસ્તૃત શ્રી કાશી વિશ્વનાથ ધામની પણ મુલાકાત લેશે. કાર્યક્રમની શરૂઆતમાં યુપીમાં શહેરી તકો અને વિકાસ પર એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે, ત્યારબાદ પુણે અને સુરતના મેયરો દ્વારા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવશે અને સરકારની શહેરી વિકાલસક્ષી યોજના ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. સ્થાનિક વહીવટીતંત્ર, વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્માર્ટ સિટી વારાણસી પણ વારાણસીના વિકાસ પર ફિલ્મ દર્શાવશે. પાંચ મેયરોના જૂથની રચના કરવામાં આવશે અને દરેક જૂથ જૂથ ચર્ચા કરશે. શહેરી વિકાસના મુદ્દાઓ અને તેના પરિણામો પર એક રજૂઆત કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચોઃ

Winter Health: શિયાળામાં થતી ગળાની ખરાશને અવગણવાની ભૂલ ના કરશો, હોઈ શકે છે આ રોગનું લક્ષણ, જાણો ઉપાય

 

Published On - 8:49 am, Fri, 17 December 21

Next Article