હનીટ્રેપમાં ફસાયો એરફોર્સનો જવાન, ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ

|

May 12, 2022 | 10:42 AM

દિલ્હી પોલીસે જાસૂસીના આરોપમાં એરફોર્સના (Air Force jawan) એક જવાનની ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી છે કે આ સમગ્ર મામલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સામેલ હોઈ શકે છે.

હનીટ્રેપમાં ફસાયો એરફોર્સનો જવાન, ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ
Air Force jawan arrested (Symbolic image)

Follow us on

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે (Delhi Crime Branch) જાસૂસીના આરોપમાં ભારતીય વાયુસેનાના (Indian Air Force) એક જવાનની ધરપકડ કરી છે. આરોપીનું નામ દેવેન્દ્ર શર્મા જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર કામમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સામેલ હોવાની આશંકા છે. દિલ્હી પોલીસે વધુ માહિતી આપી છે કે એવો આરોપ છે કે ભારતીય વાયુસેનાના જવાન દેવેન્દ્ર શર્માને હની ટ્રેપમાં (Honey Trap) ફસાવીને IAF સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસને આરોપીની પત્નીના બેંક ખાતામાં કેટલાક શંકાસ્પદ આર્થિક વ્યવહારો પણ મળ્યા છે.

ISIનો હાથ હોવાની શંકા


દેવેન્દ્ર કાનપુરનો રહેવાસી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવેન્દ્ર શર્માની ધૌલા કુઆથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર કાનપુરનો રહેવાસી છે. મળતી માહિતી મુજબ તેની મિત્રતા એક મહિલા પ્રોફાઇલ સાથે થઇ હતી. આ પછી દેવેન્દ્ર શર્માને હની ટ્રેપ કરવામાં આવ્યો હતો અને સંવેદનશીલ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મહિલાની શોધમાં પોલીસ

મળતી માહિતી મુજબ, મહિલા જે નંબર પરથી દેવેન્દ્ર શર્મા સાથે વાત કરતી હતી તે નંબર ભારતીય સર્વિસ પ્રોવાઈડરનો છે. હાલ પોલીસ મહિલાને શોધવામાં વ્યસ્ત છે. જેથી આ મામલે વધુ મદદ મળી શકે. સમગ્ર મામલામાં આઈએસઆઈની સંડોવણી હોવાની આશંકા છે. આ સાથે પોલીસને આરોપીની પત્નીના બેંક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા છે.

 

Published On - 9:38 am, Thu, 12 May 22

Next Article