AIIMSનું સર્વર 6 દિવસથી ઠપ, હેકર્સે ક્રિપ્ટો કરન્સીમાં માંગ્યા 200 કરોડ

|

Nov 28, 2022 | 7:44 PM

આ માંગની હેકર્સે એક ઈમેલ દ્વારા અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનને જણાવી હતી. તેની સાથે સાથે હેકર્સે ધમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવશે તો તેમનું સર્વર ક્યારેય ઠીક નહીં થાય અને સર્વર ઠપ જ રહેશે.

AIIMSનું સર્વર 6 દિવસથી ઠપ, હેકર્સે ક્રિપ્ટો કરન્સીમાં માંગ્યા 200 કરોડ
AIIMS server down for 6 days
Image Credit source: File photo

Follow us on

ભારતની રાજધાનીમાં સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (AIIMS)નું સર્વર આજે પણ ઠપ રહ્યુ હતુ. અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનનું સર્વર છેલ્લા 6 દિવસથી ઠપ છે. તેને કારણે દર્દીઓને ઘણી મુશ્કેલીનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી અનુસાર સર્વર હાઈજેક કરનારા હેકર્સે ક્રિપ્ટોકરેન્સીમાં 200 કરોડ રુપિયાની માંગ કરી છે. આ માંગની હેકર્સે એક ઈમેલ દ્વારા અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનને જણાવી હતી. તેની સાથે સાથે હેકર્સે ધમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવશે તો તેમનું સર્વર ક્યારેય ઠીક નહીં થાય અને સર્વર ઠપ જ રહેશે.

આ કેસમાં દિલ્લી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓ નાની નાની કડી જોડીને હેકર્સના કોલર સુધી પહોંચવા લાગી છે. સાથે સાથે પોલીસ ધમકીવાળા ઈમેલના આઈપી એડ્રેસ પણ ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે. સર્વર ઠપ હોવાને કારણે અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનના કર્મચારીઓ જૂના સમયની જેમ દર્દીઓના કામ કરવા માટે કાગળ અને પેનનો ઉપયોગ કરી રહ્યા છે. સાઈબર હુમલાના ડર વચ્ચે ઈમરજન્સી સેવાઓ, સામાન્ય સેવાઓ અને પ્રયોગશાળાના તમામ કામ કાગળ અને પેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ કેસમાં ગૃહ મંત્રાલય, દિલ્લી પોલીસ અને અનેક સુરક્ષા એજન્સી તપાસમાં જોડાઈ છે.

અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનના સર્વર સાથે ક્રિપ્ટો કરન્સીનું કનેક્શન?

દિલ્હીના અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનનું સર્વર હજુ પણ ઠપ છે. ઈ-હોસ્પિટલ સર્વર ઠપ થવાને કારણે ઓપીડી સહિત હોસ્પિટલની અનેક સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જણાવી દઈએ કે આ સાઈબર હુમલો કરનાર હેકર્સ 200 કરોડ ક્રિપ્ટો કરન્સીની માંગ કરી રહ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે ક્રિપ્ટો કરન્સીના નેટવર્કને પણ હેક કરીને કરોડો રુપિયાનું નુકશાન કરવામાં આવ્યુ છે. તે બધા વચ્ચે સવાલ એ થઈ રહ્યા છે કે હેકર્સ આખરે ક્રિપ્ટો કરન્સી કેમ માંગી રહ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કઈ રીતે કામ કરે છે ક્રિપ્ટો કરન્સી ?

ક્રિપ્ટો કરન્સી અથવા વર્ચુઅલ કરન્સીને ડિજીટલ કરન્સી કહેવામાં આવે છે. તેને ઈન્ક્રિપ્શન ટેક્નોલોજીની સહાયતાથી જનરેટ કરવામાં આવે છે અન રેગુલેટ પણ કરવામાં આવે છે. આ પ્રકારની કરન્સીને દુનિયામાં કોઈ પણ કેન્દ્રીય બેન્ક તરફથી માન્યતા મળી નથી. આ કરન્સીને કોઈ કેન્દ્રીય બેન્ક દ્વારા રેગુલેટ કરવામાં નથી આવતા.

Next Article