Omicron કેટલો ઘાતક? AIIMSના ડૉક્ટરોએ કહ્યું- બીજી લહેર જેટલો ઘાતક નહીં, પરંતુ સાવધાન રહેવું જરૂરી

|

Dec 18, 2021 | 11:17 PM

AIIMSમાં કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર પુનીત મિશ્રાએ જણાવ્યું હતું કે "મને બીજી લહેર જેવું કંઈ લાગી રહ્યું નથી, પરંતુ ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટીની સંભાવનાને કારણે મોટી સંખ્યામાં કેસ સામે આવી શકે છે."

Omicron કેટલો ઘાતક? AIIMSના ડૉક્ટરોએ કહ્યું- બીજી લહેર જેટલો ઘાતક નહીં, પરંતુ સાવધાન રહેવું જરૂરી
symbolic picture

Follow us on

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron variant) ઝડપથી વધી રહેલા કેસોને જોતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, ઘણા લોકો તેને વધુ ખતરનાક હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. જો કે AIIMSના પ્રોફેસર ડૉ. પુનીત મિશ્રા (AIIMS professor Dr Puneet Mishra) કહે છે કે ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટી ડેલ્ટા કરતા ઘણી વધારે છે, પરંતુ તે ડેલ્ટા જેટલી ગંભીર નહીં હોય. તેમણે એમ પણ કહ્યું કે પરિસ્થિતિ એટલી ખરાબ નહીં હોય જેટલી બીજી લહેર (second wave of corona) દરમિયાન હતી.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

ઓમિક્રોન વેરિઅન્ટના જોખમની સંભાવના પર દિલ્હી સ્થિત AIIMSના પ્રોફેસર ડૉ. પુનીત મિશ્રાએ શનિવારે કહ્યું કે ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટી ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) કરતાં ઘણી વધારે છે, પરંતુ તે ડેલ્ટા જેટલી ગંભીર નહીં હોય. તેમણે કહ્યું કે નવા સ્ટ્રેનની ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટી ક્ષમતાને કારણે સંક્રમણના કેસ નોંધપાત્ર રીતે વધી શકે છે, પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ નહીં હોય જેટલી તે બીજી લહેર દરમિયાન હતી. તેમણે એમ પણ કહ્યું કે આના કારણે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ કોવિડની ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવાની જરૂર છે.

 

બીજી લહેરની કોઈ શક્યતા નથીઃ ડૉ. પુનીત

AIIMSમાં કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર પુનીત મિશ્રાએ જણાવ્યું હતું કે “મને બીજી લહેર જેવું કંઈ લાગી રહ્યું નથી, પરંતુ ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટીની સંભાવનાને કારણે મોટી સંખ્યામાં કેસ સામે આવી શકે છે.” આ વર્ષની શરૂઆતમાં બીજી લહેર દરમિયાન દેશની હોસ્પિટલોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો, કારણ કે ઘણા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેને કારણે ઓક્સિજનની જરૂર હતી.

 

દર્દીઓની વધતી સંખ્યાને કારણે ઓક્સિજનની માંગમાં જબરદસ્ત વધારો થયો હતો અને ઘણી જગ્યાએ ઓક્સિજનની તીવ્ર અછત પણ સર્જાઈ હતી. દેશમાં દરરોજ નવા કેસની સંખ્યા એક સમયે વધીને 4 લાખથી વધુ થઈ ગઈ હતી.

 

ઓમિક્રોનના ઝડપી પ્રસાર સાથે દેશમાં ઘણા લોકોએ તેની તુલના ડેલ્ટા વેરિઅન્ટ સાથે કરી છે, જે કોરોનાનો અગાઉનો વેરીઅન્ટ હતો. ઓમિક્રોન એ કોરોનાનું નવું સ્વરૂપ છે અને તે અત્યંત સંક્રામક હોવાનું માનવામાં આવે છે. હાલમાં આ વેરીઅન્ટ 89 દેશોમાં દેખાયો છે.

 

આ વેરિઅન્ટના કેસ દોઢ દિવસમાં બમણા થઈ રહ્યા છે: WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ શનિવારે જણાવ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા વિસ્તારોમાં ઓમિક્રોન કેસની સંખ્યા 1.5થી 3 દિવસમાં બમણી થઈ રહી છે. WHOને પ્રથમ વખત ઓમિક્રોન વિશે ખબર પડ્યા પછી તરત જ 26 નવેમ્બરના રોજ variant of concern તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જો કે તેના વિશે હજુ ઘણું જાણી શકાયું નથી, જેમા બિમારીની ગંભીરતા પણ સામેલ છે.

 

ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું “ઓમિક્રોનની ગંભીરતા અંગે હજુ પણ મર્યાદિત ડેટા છે. આ પ્રકારની ગંભીરતા તેમજ રસીકરણની અસરને સમજવા માટે વધુ ડેટાની જરૂર છે. હજી પણ મર્યાદિત ડેટા ઉપલબ્ધ છે અને ઓમિક્રોન માટેની રસીની અસરકારકતા પર કોઈ ડેટા ઉપલબ્ધ નથી.”

 

આ પણ વાંચો :  Omicronનો ખૌફ : TNએ કેન્દ્રને લખ્યો પત્ર, કહ્યું- વિદેશથી આવતા પ્રવાસીના ટેસ્ટિંગ માટેના નિયમો બદલવામાં આવે

Next Article