
આજે પીએમ મોદી 75 વર્ષના થયા છે. આ દરમિયાન તેમણે શરુ કરેલા ડ્રીમ પ્રોજેક્ટ જે સાબરમતી રિવરફ્રંટ પ્રોજેક્ટ છે જેની વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટ લોકો માટે અદ્યતન જીવનશૈલી અને શહેરી સુવિધાનું સ્ટાન્ડર્ડ બની ચૂક્યો છે
આજે સાબરમતી રિવરફ્રન્ટને ગુજરાતની નવી ઓળખ મળી છે. નદીના કિનારે આનંદ અને સુખનો અહેસાસ લેવા લોકો રોજ જાય છે. ત્યારે પીએમ મોદી રિવરફ્રન્ટ બનાવી અમદાવાદના લોકોને મોટી ભેટ આપી છે.
સાબરમતી નદીનો આ કિનારો આજે માત્ર અમદાવાદની ઓળખ નથી, પરંતુ આખા દેશ માટે વિકાસનું મોડલ બની ગયો છે. જ્યારે પીએમ મોદી ગુજરાતા CM હતા ત્યારે તેમને રિવરફ્રંટ વિકસાવવાનો વિચાર આવ્યો હતો. રિવરફ્રન્ટ પર દેશનો અનોખો અટલ બ્રિજ પણ બન્યો છે આ ફૂટઓવર બ્રીજ પર ચાલવા અને શહેરનું સૌંદર્ય માણવા અનેક લોકો પહોંચે છે
અહીં દર વર્ષે યોજાતો ફ્લાવર શો આજે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી ચૂક્યો છે. રંગબેરંગી ફૂલોની દુનિયા જોવા માટે લાખો લોકો અહીં ઉમટી પડે છે. એટલું જ નહીં મકરસંક્રાતીએ અહીં ખાસ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. જેમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો આવી પહોંચે છે. સાંજે રિવરફ્રન્ટ ઝગમગી ઊઠે છે કારણ કે અહીં વિકસાવેલ એલઈડી પાર્ક અને સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ તેને નાઇટ-ટુરીઝમનું કેન્દ્ર બનાવે છે.