અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે કોંગ્રેસની આક્રમક શરૂઆત, મણિપુર મુદ્દે પીએમ મોદી રાજધર્મ બજાવે, કેમ સળગતા મણિપુરની મુલાકાતે ના ગયા ? ગૃહમા મચ્યો હોબાળો

ગૌરવ ગોગોઈએ કહ્યું કે અમારો પ્રશ્ન એ છે કે, વડાપ્રધાને મણિપુરના મુખ્યમંત્રીને કેમ ના બદલ્યા. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર પર અટલ બિહારી વાજપેયીના રાજધર્મને યાદ કરવો જોઈએ. જ્યાં કોઈની સાથે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.

અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે કોંગ્રેસની આક્રમક શરૂઆત, મણિપુર મુદ્દે પીએમ મોદી રાજધર્મ બજાવે, કેમ સળગતા મણિપુરની મુલાકાતે ના ગયા ? ગૃહમા મચ્યો હોબાળો
Tarun gogoi in parliament
| Edited By: | Updated on: Aug 08, 2023 | 1:21 PM

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી હતી. ચર્ચાની શરૂઆત કરતા, ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ અવિશ્વાસનો પ્રસ્તાવ મતોની સંખ્યા વિશે નથી, પરંતુ મણિપુર માટે ન્યાય વિશે છે. આજે મણિપુરનો દરેક યુવક, પુત્ર અને પુત્રી ન્યાય માંગે છે. જો મણિપુર સળગી રહ્યું છે તો ભારત પણ સળગી રહ્યું છે, અમે માત્ર એવી માંગણી કરી હતી કે વડાપ્રધાને ગૃહમાં મણિપુર પર શોક વ્યક્ત કરવો જોઈએ અને ગૃહમાંથી એકતાનો સંદેશ મણિપુરની જનતાને મોકલવો જોઈએ. ગૌરવ ગોગોઈએ કહ્યું કે સવાલ એ છે કે પીએમ મોદી આજ સુધી મણિપુર કેમ નથી ગયા, રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય તમામ નેતાઓ હિંસાગ્રસ્ત મણિપુર ગયા હતા. પીએમ મોદીએ મણિપુર પર માત્ર 30 સેકન્ડ સુધી વાત કરી, ત્યાર બાદ તેઓ કંઈ જ બોલ્યા નથી.

ગૌરવ ગોગોઈએ કહ્યું કે અમારો પ્રશ્ન એ છે કે, વડાપ્રધાને મણિપુરના મુખ્યમંત્રીને કેમ ના બદલ્યા. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર પર અટલ બિહારી વાજપેયીના રાજધર્મને યાદ કરવો જોઈએ. જ્યાં કોઈની સાથે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે મણિપુરના સીએમએ આ હિંસા પાછળ ડ્રગ્સનો કારોબાર હોવાનું જણાવ્યું, પરંતુ જ્યારે પોલીસે એક મોટા ડ્રગ માફિયાને પકડ્યો ત્યારે મણિપુરના સીએમ ઓફિસે તેને છોડવાનો આદેશ આપ્યો.

ગૌરવ ગોગોઈ પર અમિત શાહ ગુસ્સે થયા

કોંગ્રેસ તરફથી આ ચર્ચા સૌથી પહેલા રાહુલ ગાંધીએ શરૂ કરી હતી, પરંતુ બાદમાં ગૌરવ ગોગોઈએ તેની શરૂઆત કરી હતી. ભાજપે સવાલ કર્યો કે અમે રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ્યારે ગૌરવ ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું તો ગૃહમંત્રી અમિત શાહ તેમના પર ગુસ્સે થઈ ગયા અને મુદ્દાને ન વાળવા કહ્યું.

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ, અવિશ્વાસના પ્રસ્તાવ પર વિપક્ષની ચર્ચા શરૂ કરનાર નેતાના નામ વિશે પૂછવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે તો અમે રાહુલ ગાંધીને સાંભળવા માંગતા હતા. એવુ તો શું થયું કે, 11.55 સુધી બોલનારા નેતાઓના નામની યાદીમાં રાહુલનુ નામ હતું. પરંતુ ચર્ચા શરૂ થઈ તો હવે ગૌરવ ગોગોઈ બોલી રહ્યા છે. અમે તેમને સાંભળવા માંગતા હતા.

આ પછી ગૌરવ ગોગોઈએ, સત્તાપક્ષની બેઠક તરફ ઈશારો કરીને કહ્યું કે, તમારી ઓફિસની અંદર શું થયું તે પણ તમારે જણાવવું જોઈએ ? PM મોદી તમારી ઓફિસમાં શું કહે છે ? ગોગોઈએ કહ્યું કે અમે દરેકની વિશ્વસનીયતા જાળવીએ છીએ. જો આવી પરંપરા શરૂ થાય તો અમે તમારી વાત બહાર પણ રાખી શકીએ. તમે સંસદીય મંત્રી છો, તમારી ફરજ યાદ રાખો.

આ મામલે ગૃહમંત્રી અમિત શાહ ગુસ્સે થયા હતા. પોતાની જગ્યાએ ઊભા થઈને તેને ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવતા અમિત શાહે કહ્યું કે પીએમ મોદી શું બોલે છે તે જણાવવું જોઈએ. આ એક ગંભીર મુદ્દો છે. કોઈપણ નેતા આવી વાહિયાત વાત કરી શકે નહીં.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો