ફરી રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન મળશે ? રાજસ્થાન, છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ઠરાવ પસાર

|

Sep 19, 2022 | 12:37 PM

કોંગ્રેસના રાજ્ય એકમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન એવી માંગ કરવામાં આવી હતી કે ભારતના ભવિષ્ય અને યુવાનોના અવાજ રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે.

ફરી રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન મળશે ? રાજસ્થાન, છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ઠરાવ પસાર
Rahul Gandhi

Follow us on

કોંગ્રેસના ગુજરાત એકમે પાર્ટી હાઈકમાન્ડ (Congress Party) પાસે માંગ કરી હતી કે રાહુલ ગાંધીને (Rahul gandhi) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે. આ માંગ એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસની (Congress)  રાજસ્થાન અને છત્તીસગઢ એકમોએ રાહુલ ગાંધીને પાર્ટીના વડા બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે. આ બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર (Congress govt) છે.

તો ગુજરાતમાં કોંગ્રેસની રાજ્ય કારોબારીની બેઠકમાં (Gujarat Congress Committee) પણ આ માંગકરવામાં આવી હતી, જેમાં તેના તમામ સભ્યોએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ (Manish doshi) જણાવ્યું હતું કે, ગુજરાત કારોબારી સમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ ઈચ્છતા હતા કે આ મુદ્દો રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવે.કોંગ્રેસના રાજ્ય એકમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન એવી માંગ કરવામાં આવી હતી કે ભારતના ભવિષ્ય અને યુવાનોના અવાજ રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે. રાજ્ય કારોબારીના તમામ વર્તમાન પ્રતિનિધિઓએ તેને મંજૂરી આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ

મહત્વનું છે કે,કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નામાંકન ભરવાની શરૂઆત થઈ છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિએ (Congress Committee) શનિવારે સર્વસંમતિથી રાહુલ ગાંધીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો, જ્યારે છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રવિવારે સમાન ઠરાવ પસાર કર્યો હતો.કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે થશે. જેનું પરિણામ 19 ઓક્ટોબરે જાહેર થશે. જો ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં રહેશે તો 8 ઓક્ટોબરે અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવશે.

Published On - 12:37 pm, Mon, 19 September 22

Next Article