9 ચિત્તાના મોત બાદ ‘પ્રોજેક્ટ ચિત્તા’ મુશ્કેલીમાં, જાણો કારણ

|

Aug 08, 2023 | 10:58 PM

દક્ષિણ આફ્રિકા અને નામિબિયાના વન્યજીવ નિષ્ણાતોએ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'પ્રોજેક્ટ ચિતા' પર સવાલો ઉઠાવ્યા છે. આ દેશોમાંથી બે કન્સાઈનમેન્ટમાં કુલ 20 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા છે.

9 ચિત્તાના મોત બાદ પ્રોજેક્ટ ચિત્તા મુશ્કેલીમાં, જાણો કારણ

Follow us on

કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘પ્રોજેક્ટ ચિતા(Project Cheetah) આ દિવસોમાં એમપીના કેએનપીમાં 9 ચિતાઓના મૃત્યુ બાદ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ વર્ષે માર્ચથી અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાના મોત થયા છે. આમાં ત્રણ બચ્ચા પણ સામેલ છે, જે બાદ આ પ્રોજેક્ટને લઈને સવાલો ઉભા થયા છે. દક્ષિણ આફ્રિકા અને નામિબિયાના વન્યજીવ નિષ્ણાતોએ પણ આ અંગે પત્રો લખ્યા છે.

જેની નોંધ લેતા સોમવારે 7મી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે ચિત્તાઓનું મૃત્યુ ઝેર અથવા શિકારને કારણે થયું નથી. બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ઠંડીથી બચવા આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાની ચામડી પર જાડી રૂંવાટી નીકળી રહી છે.

આફ્રિકાથી આવવાને કારણે આવું થયું. ભાટી વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વતી કોર્ટમાં હાજર થયા હતા. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના ચાર વન્યજીવ નિષ્ણાતોએ આ મામલે એક પત્ર લખીને કહ્યું હતું કે કેટલાક ચિત્તાઓના મૃત્યુને વધુ સારી દેખરેખ અને પશુ ચિકિત્સા દ્વારા અટકાવી શકાયું હોત.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

તેણે કોર્ટને કહ્યું કે આ પ્રક્રિયા એવા સમયે થઈ રહી છે જ્યારે કુનો નેશનલ પાર્ક, જ્યાં આ ચિત્તાઓ સ્થાયી થયા છે. ત્યાં તાપમાન 45-46 ડિગ્રી છે. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી કરતા ભાટીએ કહ્યું કે કુનોમાં ચિત્તાના મોત એક સમસ્યા છે, પરંતુ તે ચેતવણીના સ્તર પર નથી.

કોર્ટે કહ્યું કે મૃત્યુઆંક ઓછો નથી

જસ્ટિસ નરસિમ્હાએ રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી હાજર રહેલા ભાટીને કહ્યું કે 20 ચિત્તાઓને સ્થાનાંતરિત કરવામાં આવ્યા તે ધ્યાનમાં લેતા મૃત્યુની સંખ્યા ઓછી નથી. તમારી દલીલનું એક પાસું એવું લાગે છે કે બધું સારું છે અને કંઈ ખોટું નથી, પરંતુ સામાન્ય લોકો આ મૃત્યુ વિશે શું કરવામાં આવે છે તેની ચિંતા છે.

આ પણ વાંચો : નફરત કરનારાઓ નફરત કરશે પરંતુ PM મોદી નિર્વિવાદ સોશિયલ મીડિયા સમ્રાટ બનેલા રહેશે !

ચિત્તાને રૂંવાટીથી શું ખતરો છે?

નિષ્ણાંતોના મતે, ચિત્તાના શરીર પર રૂંવાટી હોવાના કારણે તેમાં ઘણા ચેપનો ખતરો રહે છે. ક્યારેક આ ચેપ જીવલેણ પણ બની શકે છે. અત્યાર સુધીમાં 20 ચિત્તા દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી બે કન્સાઈનમેન્ટમાં ભારતમાં લાવવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:57 pm, Tue, 8 August 23

Next Article