કરોડોનો બિઝનેસ,14 કરોડ ગુમાવ્યા છતાં હાર ન માની, આજે ચલાવી રહ્યો છે રેપિડો બાઈક

એક સાધારણ રેપિડો રાઈડ દરમિયાન એક સ્ટોરી સોશિયલ મીડિયાના લોકોને ભાવુક કરી રહી છે. આ સ્ટોરી જણાવે છે કે, મહામારીએ અનેક જિંદગીઓને હંમેશા બદલી નાંખી છે.

કરોડોનો બિઝનેસ,14 કરોડ ગુમાવ્યા છતાં હાર ન માની, આજે ચલાવી રહ્યો છે રેપિડો બાઈક
| Updated on: Dec 26, 2025 | 2:27 PM

એક રેપિડો બાઈક ડ્રાઈવર અને તેની મુસાફરો વચ્ચે થયેલી એક વાતચીત સોશિયલ મીડિયા પર લોકોને ભાવુક કરી રહી છે. આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ચિરાગે શેર કરી છે. જેમણે અનેક લોકોને વિચારવા માટે મજબુર કર્યા છે. ચિરાગે જણાવ્યું કે, એક રેપિડો રાઈડ દરમિયાન ડ્રાઈવરે તેને પુછ્યું કે,ક્યાં રહો છો અને શું અભ્યાસ કર છો. આ વાતચીત સામાન્ય લાગી રહી હતી પરંતુ થોડી જ વારમાં ડ્રાઈવરે પોતાની જિંદગીની સ્ટોરી બતાવવાની શરુ કરી હતી.

એમિટી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો

ડ્રાઈવરે જણાવ્યું કે, તેમણે એમિટી યૂનિવર્સિટીમાંથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તેના પિતા સેનામાં હતા અને પરિવારનો એક સારો બિઝનેસ છે. આ સમયે તેની જિંદગી ખુબ સારી ચાલી રહી હતી. તેમજ કોઈ પણ વસ્તુની કમી ન હતી પરંતુ પછી કોરોના મહામારી આવી. ડ્રાઈવરે કહ્યું કોરોનાના કારણે તેના પરિવારનો આખો બિઝનેસ પૂર્ણ થયો હતો. તેમણે 13-14 કરોડ રુપિયાનું નુકસાન થયું છે અને હવે બધું બંધ કરવું પડ્યું છે. ત્યારબાદ તેમણે મિત્ર સાથે મળી એક નવું સ્ટાર્ટઅપ શરું કર્યું હતુ. પરંતુ તે પણ ચાલ્યું નહી. અને તેની પાસે રહેલા 4 લાખ રુપિયા પણ પૂરા થયા હતા.

 

 

 

સાઈકલથી લઈ રેપિડો ડ્રાઈવર બન્યો

તેમણે ચિરાગને જણાવ્યું કે, તે સમયે તેની પાસે માત્ર એક સાઈકલ હતી. આ સાઈકલથી તેમણે રેપિડો ડ્રાઈવરનું કામ શરુ કર્યું હતુ. જેનાથી તેની જિંદગી આગળ વધે. ડ્રાઈવરે કહ્યું કે, હું ખુબ થાકી ગયો છું. પરંતુ તેમણે હાર માની નહી. તેમણે કહ્યું હું હજુ પણ ભગવાન પર વિશ્વાસ કરું છુ. હાર માનતા પહેલા પણ હું છેલ્લે સુધી પ્રયત્ન કરીશ. આ શબ્દ સાંભળી ચિરાગે પણ ભાવુક થયો હતો. તેમણે લખ્યું તે સમયે સમજાતું ન હતુ કે, તે શું કહે છે. તે ચુપચાપ બેસી રહ્યો અને અનુભવ્યું કે, જિંદગી કેટલીક વખત ખુબ જ અન્યાય કરે છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાનું મંતવ્ય આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કોવિડે અનેક પરિવારોને આર્થિક રુપથી તબાહ કર્યા છે. બીજાએ કહ્યું વ્યક્તિની પોતાની સ્ટોરી હોય છે. આ સ્ટોરીએ કહ્યું કે, આપણી આજુબાજુ અનેક લોકો એવા છે જે બહારથી સામાન્ય દેખાય છે પરંતુ અંદરથી પોતાની જિંદગી સાથે લડાઈ લડી રહ્યા હોય છે.

 

દિલ્હી,મુંબઈ, બેંગ્લોર સહિતના રાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો