અમેરિકી પ્રવાસની સફળતા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ટૂંક સમયમાં યુરોપ જશે. યુરોપ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઇટાલીમાં જી -20 (G20 Summit) સમિટમાં ભાગ લેશે. જી 20ની કોન્ફરન્સ આગામી 30-31 ઓક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન (Joe Biden), રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin), ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emanuel Macron) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) પણ સામેલ થશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે G 20 સમિટમાં ( G20 Summit ) ભાગ લેવા ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ પ્રવાસ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જો કે, જી 20 કોન્ફરન્સ અંગેની સત્તાવાર જાહેરાત કરવાની હજુ બાકી છે. કોરોના સમયગાળા પછી, G20 કોન્ફરન્સ થશે, જે ફિજીકલ સ્થિતિમાં થઈ રહી છે.
ગયા વર્ષે G20 સમિટ ખૂબ જ ખાસ હતી
ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલી 15 મી જી -20 સમિટમાં ( 15th G20 Summit) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ બાદ કોરોના વિશ્વ માટે સૌથી મોટો પડકાર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પરિષદમાં હાજરી આપી હતી. કોન્ફરન્સની અધ્યક્ષતા સાઉદી અરેબિયાના રાજા સલમાને કરી હતી.
અગાઉ સપ્ટેમ્બરમાં પીએમ મોદી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓને પણ મળ્યા હતા. વડાપ્રધાનની અમેરિકા મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોવાલ અને વિદેશ સચિવ શૃંગલા હાજર હતા.