Viral Video: શું ખરેખર કોરોના વેક્સિન લીધા બાદ માણસમાં આવે છે મેગ્નેટિક પાવર? જાણો શું છે સત્ય

તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ચમચી અને સિક્કા જેવી વસ્તુઓ એક વ્યક્તિના હાથમાં ચોંટી રહે છે. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ કર્યું છે.

Viral Video: શું ખરેખર કોરોના વેક્સિન લીધા બાદ માણસમાં આવે છે મેગ્નેટિક પાવર? જાણો શું છે સત્ય
વાયરલ વિડીયો
| Updated on: Jun 11, 2021 | 4:56 PM

કોરોનાવાયરસ દૂર કરવા માટે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર લોકોને સતત વેક્સિન લેવા અપીલ કરી રહી છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એવો વિડીયો પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે કે વેક્સિન લીધા બાદ લોકોની અંદર મેગ્નેટિક પાવર આવી રહ્યો છે. એક આવો વિડીયો વાયરલ થયો છે, જેમાં ચમચી અને સિક્કા જેવી વસ્તુઓ એક વ્યક્તિના હાથમાં ચોંટી રહે છે. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ કર્યું છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક ટીમે કહ્યું ‘કોવિડ-19 વેક્સિન વિશે આ દાવો નિરાધાર છે. વેક્સિનથી માનવ શરીરમાં મેગ્નેટિક રીએક્શન આવતું નથી. કોરોના વેક્સિન પૂરી રીતે સુરક્ષિત છે, તેમાં કોઈ ધાતુ-આધારિત તત્વ નથી. વેક્સિન લીધા બાદ થોડા રીએક્શન જેવા કે હળવો માથાનો દુખાવો, પીડા, ઈન્જેક્શન આપ્યાની જગ્યા પર સોજો અથવા રસી લીધા પછી હળવો તાવ રહે છે. કોરોના વેક્સિન વિશે ખોટી માહિતીનો શિકાર ન બનો અને વેક્સિન લો.

કેટલાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિડીયો મહારાષ્ટ્રના નાસિકના એક 71 વર્ષના વ્યક્તિનો છે. જેણે દાવો કર્યો છે કે વેક્સિનના બીજા ડોઝ બાદ તેના હાથ પર ચમચો અને સિક્કા ચોંટે છે. વ્યક્તિનું નામ અરવિંદ સોનાર જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ વિડીયોમાં દેખાય છે કે હાથ પર ચમચા અને સિક્કા ચોંટે છે.

જાણકારોનું શું છે કહેવું

એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાર નાસ્તાની દુકાન ચલાવે છે અને તેણે ગત સપ્તાહે રસીનો બીજો ડોઝ લીધો હતો, ત્યારબાદ હવે સ્ટીલની કેટલીક વસ્તુઓ તેના હાથમાં ચોંટી રહી છે. જો કે, પરિવારના સભ્યો કહે છે કે તેઓ જાણતા નથી કે આ વેક્સિન લીધા પહેલા થતું હતું કે નહીં. ઓનલાઇન વાયરલ થયેલા ઘણા વિડીયો જોયા બાદ જયાએ તેમણે પણ ટ્રાય કર્યો, ત્યારે સોનારના હાથ પર વસ્તુ ચોંટવા લાગી.

 

બાદમાં અન્ય લોકો પર ટ્રાય કરતા તેમના પર પ્રયોગ નિષ્ફળ રહ્યો. શરીર પર વળગી નહીં. નિષ્ણાતો કહે છે કે કોવિડ -19 રસી લેતા લોકોને ઇંજેક્શન સાઇટ પર ચુંબકત્વનો અનુભવ થઇ શકે નહીં. તેમણે કહ્યું કે જો વેક્સિનમાં ધાતુઓ હોય તો પણ તે ચુંબકીય પ્રતિક્રિયા આપે નહીં.

 

આ પણ વાંચો: પાણીપુરીમાં વેડિંગ રીંગ જોઇને ઝૂમી ઉઠી ગર્લફ્રેન્ડ, આ વાયરલ Love Story એ જીત્યું સૌનું દિલ

આ પણ વાંચો: ઓક્સિજન પહોંચાડી શક્યા નહીં કેજરીવાલ, રેશન હોમ ડિલિવરીની વાત કરી રહ્યા છે: રવિશંકર પ્રસાદ