આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિને ચમકાવવા માટે નારિયેળ પાણીથી ધોવાઈ, જાણો શું છે આ મૂર્તિમાં ખાસ

|

Nov 05, 2021 | 9:11 AM

ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂરમાં આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિ ધોવાઈ ગઈ હતી. આ જ કારણ છે કે કેદારનાથ ધામના પુનઃનિર્માણ કાર્ય હેઠળ નવી પ્રતિમાને ખાસ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવી છે

આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિને ચમકાવવા માટે નારિયેળ પાણીથી ધોવાઈ, જાણો શું છે આ મૂર્તિમાં ખાસ
Adi Guru Shankaracharya's idol was washed with coconut water to shine

Follow us on

Adi Guru Shankaracharya: ઉત્તરાખંડ(Uttrakhand)ના કેદારનાથ(Kedarnath)માં સ્થિત આદિ ગુરુ શંકરાચાર્ય(Adi Guru Shankaracharya)ની 12 ફૂટ ઊંચી પ્રતિમાને મૈસૂર(Mysorre)ના શિલ્પકારોએ ક્લોરાઇટ શિસ્ટમાંથી બનાવી છે. ક્લોરાઇટ શિસ્ટ (Chlorite schist)એ એક ખડક છે જે વરસાદ, સૂર્યપ્રકાશ અને કઠોર આબોહવા સામે ટકી રહેવા માટે જાણીતું છે. આ પ્રતિમા  (Adi Guru Shankaracharya Statue)નું વજન 35 ટન છે. પર્યટન અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે કેદારનાથ મંદિર પરિસર(Kedarnath shrine premises)ને મૂર્તિની ચમક બહાર લાવવા માટે નારિયેળ પાણીથી પોલીશ કરવામાં આવ્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) 5 નવેમ્બરે આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ કાર્યક્રમનું 11 જ્યોતિર્લિંગ, ચાર મઠ (મઠ સંસ્થાઓ) અને મુખ્ય શિવ મંદિરોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ. ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂરમાં આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિ ધોવાઈ ગઈ હતી. આ જ કારણ છે કે કેદારનાથ ધામના પુનઃનિર્માણ કાર્ય હેઠળ નવી પ્રતિમાને ખાસ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે તે કેદારનાથ મંદિરની પાછળ અને સમાધિ વિસ્તારની મધ્યમાં જમીન ખોદીને બનાવવામાં આવ્યું છે. 

મૈસુરના શિલ્પકાર યોગીરાજ શિલ્પીએ મૂર્તિ તૈયાર કરી હતી

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ઉત્તરાખંડના પ્રવાસન સચિવ દિલીપ જવાલકરે કહ્યું કે આનાથી માત્ર આ મહાન સંતના ઉપદેશોમાં ભક્તોની શ્રદ્ધા જ નહીં, પણ રાજ્યમાં વધુ પ્રવાસીઓને આકર્ષવામાં પણ મદદ મળશે. મૈસુરના શિલ્પકાર યોગીરાજ શિલ્પીએ તેમના પુત્ર અરુણની મદદથી નવી પ્રતિમાનું કામ પૂર્ણ કર્યું છે. યોગીરાજ શિલ્પી પાસે મૂર્તિ નિર્માણનો પાંચ પેઢીનો વારસો છે. યોગીરાજને ખુદ વડાપ્રધાન કાર્યાલય દ્વારા મૂર્તિ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેણે સપ્ટેમ્બર 2020માં મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. 

આદિ શંકરાચાર્ય કોણ છે?

કેરળમાં જન્મેલા, આદિ શંકરાચાર્ય 8મી સદીના ભારતીય આધ્યાત્મિક નેતા અને ફિલસૂફ હતા. તેમણે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને મજબૂત કર્યો અને સમગ્ર ભારતમાં ચાર મઠ (મઠની સંસ્થાઓ)ની સ્થાપના કરીને હિંદુ ધર્મના એકીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ઉત્તરાખંડનો હિમાલય આદિ શંકરાચાર્યના સંદર્ભમાં ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તેમણે અહીં કેદારનાથ ખાતે સમાધિ લીધી હોવાનું કહેવાય છે. ઉત્તરાખંડમાં જ, તેમણે ચમોલી જિલ્લાના જ્યોતિર મઠમાં ચારમાંથી એક મઠની સ્થાપના કરી અને બદ્રીનાથમાં પણ એક મૂર્તિ સ્થાપિત કરી.

Next Article