
કૃષ્ણ જન્માષ્ટમીના(Krishna Janmashtami)કારણે વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં (Banke Bihari Temple)ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પરંતુ મોડી રાત્રે દર્શન માટે ઉમટેલી ભીડ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. ઠાકુર બાંકે બિહારી મંદિરમાં વર્ષમાં એક વખત યોજાતી મંગળા આરતી વખતે ભીડ વચ્ચે નાસભાગ મચી ગઈ હતી. મંદિરમાં નાસભાગને કારણે બે લોકોના મોતના સમાચાર છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
એસએસપી અભિષેક યાદવે જણાવ્યું કે ભીડ વધી જવાને કારણે આ અકસ્માત થયો. તેણે મૃતકોની ઓળખ નોઈડાની રહેવાસી નિર્મલા દેવી અને જબલપુર મૂળના વૃંદાવનના રહેવાસી રાજકુમાર તરીકે કરી છે.
मथुरा में कृष्ण जन्माष्टमी समारोह पर कृष्ण जन्मभूमि में भारी संख्या में भक्तों का हुजूम उमड़ा। #mathura #Janmashtami pic.twitter.com/yEtv4EVBlu
— TV9 Uttar Pradesh (@TV9UttarPradesh) August 19, 2022
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સેંકડો વિદેશીઓ સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ શુક્રવારે વિવિધ કૃષ્ણ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી અને વ્રજભૂમિમાં ધાર્મિક ઉમંગ અને ઉત્સાહ વચ્ચે ધામધૂમથી ઉત્સવમાં ભાગ લીધો હતો. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સેક્રેટરી કપિલ શર્માએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશ આજે ભગવાન કૃષ્ણની 5248મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે અને આ પ્રસંગે દેશ-વિદેશના ભક્તો વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે. ઉત્સવમાં હજારો ભક્તોએ શ્રી કૃષ્ણ જન્મસ્થાનના વિશાળ પ્રાંગણમાં સવારે શહેનાઈ અને ઢોલના તાલે નૃત્ય કરીને પોતાની ખુશી વ્યક્ત કરી જન્માષ્ટમીનો પ્રારંભ કર્યો હતો.
Accident in #BankeBihari temple in #Mathura: 2 devotees killed, many injured#KrishnaJanmashtami #TV9News pic.twitter.com/3yACHQx3rP
— Tv9 Gujarati (@tv9gujarati) August 20, 2022
Published On - 7:20 am, Sat, 20 August 22