Gandhinagar : “અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” કોંગ્રેસ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે ધરણા પ્રદર્શન

|

Jun 11, 2021 | 6:18 PM

સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા ( petrol and diesel prices ) સામે આખરે કોંગ્રેસે ( Congress ) આળસ ખંખેરીને રાષ્ટ્રવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસ આજે દેશભરમાં “અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે દેખાવો યોજશે.

Gandhinagar : “અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” કોંગ્રેસ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે ધરણા પ્રદર્શન
પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનુ રાષ્ટ્ર વ્યાપી આદોલન

Follow us on

કોરોનાની મહામારીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ (petrol and diesel prices ) આસમાને પહોચ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા સામે આખરે કોંગ્રેસે ( Congress ) આળસ ખંખેરીને રાષ્ટ્રવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસ આજે દેશભરમાં “અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે દેખાવો યોજશે. ગુજરાતમાં પણ કોગ્રેસે દેખાવો યોજવાનું નક્કી કર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક નેતાઓની આગેવાનીમાં “અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે દેખાવો યોજાશે.

ગુજરાત કોંગ્રેસનું કહેવુ છે કે, કોરોના રોગચાળમાં પ્રજા હેરાન થઈ રહી છે. તેને રાહત આપવાની જગ્યાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં રાહત આપતી નથી. છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારના સત્તાકાળમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 25.72 અને ડીઝલના ભાવમાં રૂપિયા 23.93 ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરાયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે, “અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે દેખાવો યોજશે. અને કેન્દ્ર તથા રાજ્ય સરકારને ઈંધણના ભાવ ધટાડીને પ્રજાને રાહત આપવાની માંગ કરવામાં આવશે.

Published On - 10:15 am, Fri, 11 June 21

Next Article