National Party Status: AAPને મળ્યો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, TMC, CPI અને NCP પાસેથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવાયો

TMC, CPI અને NCPનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે 2024માં લોકસભાની ચૂંટણી છે અને તે પહેલા આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. ઈલેક્શન કમીશને તેમની સદસ્યતા ખત્મ કરી છે.

National Party Status: AAPને મળ્યો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, TMC, CPI અને NCP પાસેથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવાયો
| Edited By: | Updated on: Apr 10, 2023 | 8:53 PM

નવી દિલ્હી : ચૂંટણી પંચે સોમવારે ત્રણ પક્ષો પાસેથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવી લીધો છે. ચૂંટણી પંચે TMC, CPI અને NCP પાર્ટીમાંથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ આયોગે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે.કમિશને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવા માટે દિલ્હી, ગોવા, પંજાબ અને ગુજરાતની ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન પર આધારિત છે. ચૂંટણી પંચે આ નિર્ણય છેલ્લી ચૂંટણી દરમિયાન આ પક્ષો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મળેલા મતોના આધારે લીધો છે.  રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

 

 

આ વિષય પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે સોમવારે સાંજે આ આંકડા જાહેર કર્યા છે અને રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોનો દરજ્જો આપવામાં આવ્યો છે અને છીનવી લેવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

બીજી તરફ ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમીને મોટી રાહત આપી છે અને હવે આ પાર્ટી રાજ્યના દરજ્જાથી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. ચૂંટણી પંચે તમામ પક્ષોના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના દરજ્જાને આપવામાં આવેલા નવા સ્ટેટસની યાદી જાહેર કરી છે.

 

1)ત્રિપુરામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાની વોટ બેંક જીતનાર ત્રિપુરા મોથા પાર્ટીને રાજ્યની પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

2) જ્યારે નાગાલેન્ડમાં ચૂંટણી પંચે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને નાગાલેન્ડમાં રાજ્ય સ્તરની પાર્ટી તરીકે રજીસ્ટર કરી છે.

3) કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ને આંધ્ર પ્રદેશમાં રાજ્ય પક્ષ તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે.

4) ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળ પાર્ટીનો રાજ્ય સ્તરીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

5) પશ્ચિમ બંગાળમાં રાજ્ય સ્તરીય પાર્ટીનો દરજ્જો ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે.

6) મેઘાલયમાં વોઈસ ઓફ ધ પીપલ પાર્ટીને રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો છે

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 8:04 pm, Mon, 10 April 23