મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) આજે અયોધ્યા પ્રવાસે છે (Aditya Thackery Ayodhya Visit). ઠાકરે અયોધ્યા પહેલા લખનૌ પહોંચ્યા હતા. તેમણે અહીં કહ્યું કે, “જ્યારે અમે 2018માં પહેલીવાર આવ્યા હતા, ત્યારે અમે કહ્યું હતું કે ‘પહેલા મંદિર, પછી સરકાર’… હું પ્રાર્થના કરીશ અને આશીર્વાદ માંગીશ… આ જમીન રાજકીય નથી, ‘રામ રાજ્ય’ની ભૂમિ છે. ‘.” આ પહેલા પાર્ટીના નેતા સંજય રાઉતે પણ કહ્યું હતું કે આ એક બિનરાજકીય કાર્યક્રમ છે.
આદિત્ય ઠાકરેના અયોધ્યા આગમન પહેલા તેમનું સ્વાગત કરવા મહારાષ્ટ્રમાંથી લગભગ બે હજાર જેટલા શિવસૈનિક મંગળવારે મોડી રાત્રે અયોધ્યા પહોંચી ગયા છે. લગભગ 1200 શિવસૈનિકોની ટીમ મોડી રાત્રે સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા સ્ટેશન પહોંચી હતી. આદિત્ય ઠાકરે બુધવારે બપોરે અયોધ્યા પહોંચશે, તેઓ પહેલા ઈસ્કોન મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ તેઓ પત્રકારો સાથે વાત કરશે. પછી સીધા રામલલાના દર્શન માટે જશે અને સાંજે સરયુ ખાતે આરતીમાં પણ હાજરી આપશે.
#WATCH | UP: Maharashtra Min Aaditya Thackeray arrives in Lucknow ahead of Ayodhya visit
“When we came for the 1st time in 2018, we said ‘pehle mandir, phir sarkaar’… I’ll offer prayers & receive blessings… the land is not political, it’s the land of ‘Ram Rajya’,” he said pic.twitter.com/E8y5NSHqBJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 15, 2022
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની અયોધ્યા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભાજપ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) હિન્દુત્વના મુદ્દે તેમની પાર્ટી પર નિશાન સાધી રહી છે. પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા આવ્યા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમની સરકારના 100 દિવસ પૂરા થવાના અવસર પર પરિવાર સાથે અયોધ્યા આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરે 2018થી ત્રણ વખત અયોધ્યા આવી ચુક્યા છે. જો કે આ પહેલીવાર છે જ્યારે આદિત્ય ઠાકરે અહીં એકલા પહોંચી રહ્યા છે. આ પહેલા આદિત્ય ઠાકરે પણ 24 નવેમ્બર 2018 અને 7 માર્ચ 2020ના રોજ અયોધ્યા આવ્યા હતા. જોકે, બંને વખતે તેમના પિતા ઉદ્ધવ ઠાકરે તેમની સાથે હતા.