કોરોના વેક્સિન માટે પુરાવા તરીકે આધારકાર્ડ નહીં ચાલે, કેન્દ્ર સરકારનો નવો પરિપત્ર જાહેર

|

Dec 18, 2020 | 2:01 PM

કોરોના વૅક્સિન માટે હવે પુરાવા તરીકે આધારકાર્ડ નહીં ચાલે. કેન્દ્ર સરકારે અગાઉ કરેલા પરિપત્રમાં ફેરફાર કરી નવો સરક્યુલર જાહેર કર્યો છે. જે મુજબ વેક્સિન માટે આધારકાર્ડ સિવાયના ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ સહિતના કોઈપણ પુરાવા માન્ય ગણાશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 50 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે ઘરે ઘરે સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમાં પણ નોંધણી કરાવનારા લોકો […]

કોરોના વેક્સિન માટે પુરાવા તરીકે આધારકાર્ડ નહીં ચાલે, કેન્દ્ર સરકારનો નવો પરિપત્ર જાહેર

Follow us on

કોરોના વૅક્સિન માટે હવે પુરાવા તરીકે આધારકાર્ડ નહીં ચાલે. કેન્દ્ર સરકારે અગાઉ કરેલા પરિપત્રમાં ફેરફાર કરી નવો સરક્યુલર જાહેર કર્યો છે. જે મુજબ વેક્સિન માટે આધારકાર્ડ સિવાયના ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ સહિતના કોઈપણ પુરાવા માન્ય ગણાશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 50 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે ઘરે ઘરે સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમાં પણ નોંધણી કરાવનારા લોકો પાસેથી આધારકાર્ડ સિવાયના માન્ય પુરાવાના નંબર નોંધવામાં આવે છે. જોકે, નોંધણી કરાવનાર માટે કોઈપણ પુરાવો આપવો ફરજિયાત છે. અત્યાર સુધી અમદાવાદમાં 50 વર્ષથી વધુની વયના બે લાખ લોકોની નોંધણી કરવામાં આવી છે. જ્યારે 50થી નીચેના જેમને અન્ય બિમારી હોય તેવા દસ હજાર લોકોની નોંધણી કરવામાં આવી છે. જોકે, હજુ અડધા શહેરમાં સર્વેની કામગીરી બાકી હોવાનું જાણવા મળ્યું છે.

Published On - 1:49 pm, Fri, 18 December 20

Next Article