MP News : બેતુલમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ-કાર અથડામણમાં 11ના મોત, 01 ઈજાગ્રસ્ત

મધ્યપ્રદેશના બેતુલના ટપ્પા તહસીલના ઝાલરમાં બસ અને કાર વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે.

MP News : બેતુલમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ-કાર અથડામણમાં 11ના મોત, 01 ઈજાગ્રસ્ત
MP Road Accident
| Updated on: Nov 04, 2022 | 8:50 AM

મધ્યપ્રદેશના બેતુલના ઝાલ્લર પોલીસ સ્ટેશન પાસે એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં બસ અને કાર વચ્ચે અથડામણમાં 11 લોકોના મોત થયા છે. તે જ સમયે, એક ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે

મધ્યપ્રદેશના બેતુલના ઝાલર પોલીસ સ્ટેશન પાસે એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં બસ અને કાર વચ્ચે અથડામણમાં 11 લોકોના મોત થયા છે. તે જ સમયે, એક ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બેતુલના એસપી સિમલા પ્રસાદે આ અકસ્માતની માહિતી આપી છે. ઘટનાની જાણ થતા ઝાલર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનોનો કબજો મેળવ્યો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

દુર્ઘટના વિશે માહિતી આપતા બેતુલના એસપી સિમલા પ્રસાદે જણાવ્યું કે, ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું. તેમણે કહ્યું કે, આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. તે જ સમયે, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

એસપીએ કહ્યું કે, મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે ANI ન્યૂઝ એજન્સીએ આ દુર્ઘટનાની તસવીર જાહેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે બસ સાથે અથડાયા બાદ કાર કેવી રીતે કોકડું વળી ગઈ છે. તસવીર જોઈને એવું માનવામાં આવે છે કે કારમાં સવાર મોટાભાગના મુસાફરોના મોત થયા છે.

Published On - 8:03 am, Fri, 4 November 22