Twitter પર ફરી નોંધાયો કેસ, આ વખતે બાળકોને લગતી અશ્લીલ સામગ્રીના પ્રસારણનો આરોપ

ટ્વિટર હવે નવા મામલે ઘેરાઈ રહ્યું છે. આ વખતે કંપની પર બાળકોને લગતી અશ્લીલ સામગ્રી ફેલાવવા મુદ્દે કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાનૂની સુરક્ષા ઘુમાવ્યા બાદ કંપની પર આ ચોથો કેસ છે.

Twitter પર ફરી નોંધાયો કેસ, આ વખતે બાળકોને લગતી અશ્લીલ સામગ્રીના પ્રસારણનો આરોપ
ટ્વિટર પર કેસ નોંધાયો
| Edited By: | Updated on: Jun 30, 2021 | 10:56 AM

Twitter ને લઈને વિવાદ ઉભા થતા જ રહે છે. તાજેતરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વખતે કેસ બાળકોથી જોડાયેલ અશ્લીલ સામગ્રી ફેલાવવાને લઈને છે. અહેવાલો અનુસાર સરકાર સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે દિલ્હી સાયબર પોલીસે પોસ્કો અધિનિયમ અને IT એક્ટ હેઠળ Twitter સામે કેસ નોંધ્યો છે. આ કેસ પ્લેટફોર્મ પર ચાઇલ્ડ અશ્લીલ સામગ્રીને મંજૂરી આપવા સામે છે.

આ કેસ બાળ અધિકારના રાષ્ટ્રીય આયોગ (એનસીપીસીઆર) દ્વારા દાખલ ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. ટ્વિટર સામે આ ચોથો કેસ છે કારણ કે તેણે ભારતમાં સામગ્રી માટેની કાનૂની સુરક્ષા ગુમાવી છે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર દિલ્હી સાયબર સેલે NCPR ની ફરિયાદના આધારે કંપની સામે POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં બાળ શોષણ સંબંધિત લિંક સામગ્રીનો હવાલો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફરિયાદ ટ્વિટર ઇન્ક અને ટ્વિટર કમ્યુનિકેશન ઈન્ડિયા પ્રા.લિ.ની સામે છે.

ફરિયાદમાં બાળકો સાથે સંકળાયેલી અશ્લીલ સામગ્રીને લઈને કહેવામાં આવ્યું છે કે આવી અશ્લીલ સામગ્રી સાઈટ પર પોસ્ટ કરવામાં આવી રહી છે. આયોગે આ સંબંધમાં સાયબર સેલ અને દિલ્હી પોલીસ પ્રમુખને બે પત્ર આપ્યા હતા. સાયબર સેલના એક વરિષ્ઠ અધિકારીને 29 જૂને હાજર થવા આદેશ આપ્યો હતો.

તાજેતરમાં જ ભારતના નકશાને લઈને ટ્વિટર ફસાયું હતું. તેની સાઈટ પર ભારતનો ખોટો નકશો બતાવવામાં આવ્યો હતો. ટ્વિટર વિરુદ્ધ આ છેલ્લો કિસ્સો ત્યારે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં જ ટ્વિટરે વિશ્વનો નકશો બહાર પાડ્યો હતો. તમને જણાવી દઈએ કે આ નકશામાં જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતનો ભાગ બતાવ્યો ન હતો.

આ બાબતે હોબાળો મચી ગયો . અને સરકારે જ્યારે આંખો બતાવી ત્યારે નકશો દૂર કરી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે કાનૂની સુરક્ષા ખોઈ દીધા બાદ ટ્વિટર સામે કેસ નોંધાવના શરુ થઇ ગયા છે. આ મહિનાની શરૂઆતમાં, ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર વિરુદ્ધ એક મુસ્લિમ વ્યક્તિ પર હુમલો કરવાના આરોપમાં વાયરલ પોસ્ટ સંદર્ભે ગુનો નોંધ્યો હતો. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

 

આ પણ વાંચો: Covid Vaccine Moderna: નવી વેક્સિન મોડર્ના વિશે સંપૂર્ણ માહિતી, જાણો અસરકારકતાથી લઈને બે ડોઝ વચ્ચેનું અંતર

Published On - 10:48 am, Wed, 30 June 21