Ind-Usa વચ્ચે સોમવારથી શરૂ થશે સંયુક્ત યુદ્ધ અભ્યાસ, US Army બ્રિગેડ રાજસ્થાનનાં રણમાં પહોંચી

|

Feb 07, 2021 | 5:22 PM

ચીન સાથે ચાલી રહેલા સીમા  વિવાદ વચ્ચે અમેરિકન આર્મી ભારત સાથે સંયુક્ત Military Exercise  માટે રાજસ્થાન પહોંચી છે. ભારત અને યુ.એસ. સૈન્ય વચ્ચે વાર્ષિક સંયુક્ત લશ્કરી અભ્યાસ સોમવારથી શરૂ થઈ રહ્યો  છે.

Ind-Usa વચ્ચે સોમવારથી શરૂ થશે સંયુક્ત યુદ્ધ અભ્યાસ, US Army બ્રિગેડ રાજસ્થાનનાં રણમાં પહોંચી

Follow us on

ચીન સાથે ચાલી રહેલા સીમા  વિવાદ વચ્ચે અમેરિકન આર્મી India સાથે સંયુક્ત Military Exercise  માટે રાજસ્થાન પહોંચી છે. ભારત અને યુ.એસ. સૈન્ય વચ્ચે વાર્ષિક સંયુક્ત લશ્કરી અભ્યાસ સોમવારથી શરૂ થઈ રહ્યો  છે. આ Military Exercise 21 ફેબ્રુઆરીએ ચાલશે. આ અભ્યાસમાં યુએસ આર્મીનો સ્ટ્રાઈકર-બ્રિગેડ ભાગ લઈ રહ્યો છે. જેને ઘોસ્ટ-બ્રિગેડ તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ રોગચાળા દરમિયાન ભારતીય  સેનાએ બીજા દેશ સાથે કરેલો આ પ્રથમ યુદ્ધ અભ્યાસ છે.

ભારત અને  અમેરિકાની સૈન્ય વચ્ચેના અભ્યાસની આ 16 મી આવૃત્તિ છે.આ સંયુક્ત અભ્યાસનું નામ છે યુદ્ધ અભ્યાસ . આ યુદ્ધ અભ્યાસ ભારતમાં એક વર્ષ અને અમેરિકામાં એક વર્ષ થાય છે. આ વખતે આ યુદ્ધ અભ્યાસ રાજસ્થાનના થાર રણમાં સ્થિત મહાજન રેન્જમાં થવા જઈ રહી છે. આ યુદ્ધ અભ્યાસમાં કુલ 500 સૈનિકો ભાગ લેશે. બંને સૈન્યના 250-250 સૈનિકો રહેશે. આ કવાયત યુએન (સંયુક્ત રાષ્ટ્ર) ચાર્ટર અંતર્ગત વૈશ્વિક સ્તરે બંને શક્તિશાળી દળો વચ્ચે પરસ્પર સહયોગ અને પારસ્પરિકતા વધારવાના હેતુથી હાથ ધરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

યુએસ આર્મીની વન-કોર્પ્સ 1-2 સ્ટ્રાઇકર બ્રિગેડ કોમ્બેટ ટીમ (ઘોસ્ટ બ્રિગેડ) આ કવાયત માટે તેમના સ્ટ્રાઈકર-વાહનો (ઇન્ફન્ટ્રી કોમ્બેટ વાહનો) સાથે ભારત આવી છે. આ એક કોર્પ્સનું મુખ્ય મથક અમેરિકાના સીએટલ શહેર નજીક જોઇન્ટ બેસ લુઇસ મેકક્રોર્ડ (જેબીએલએમ બેઝ) ખાતે છે. યુએસ આર્મી સી-17 ગ્લોબમાસ્ટર વિમાનથી આ સ્ટ્રાઈકર વાહનો લઇને આવી છે.

Next Article