રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં ટર્પેન્ટાઈન ઓઈલ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે. કારખાનામાં અચાનક આગ લાગી હતી (Fire In Factory). આગની આ ઘટનામાં ત્રણ બાળકો અને એક વ્યક્તિનું મોત થયું હતું. આ માહિતી સીઓ શિવકુમારે આપી છે. પોલીસ (Police) અધિકારીએ જણાવ્યું કે, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ટર્પેન્ટાઈન ઓઈલ બનાવવાની ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં દાઝી જવાને કારણે અત્યાર સુધીમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Rajasthan | Three children and a man died after a fire broke out at a Turpentine oil factory in Jamwa Ramgarh, Jaipur. The fire was brought under control: CO Shiv Kumar pic.twitter.com/NEfnCgHFzM
— ANI (@ANI) January 30, 2022
ટર્પેન્ટાઈન ઓઈલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર મળતાં જ ત્યાં ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. તે જ સમયે, આ ઘટનાની જાણ તાત્કાલિક જામવરમગઢ પોલીસ અને ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. એસડીએમ સહિત અન્ય અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આગ ઓલવવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
તસવીરોમાં આગની સાથે ધુમાડાના જોરદાર ગોટા જોઈ શકાય છે. ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ આકાશમાં સર્વત્ર ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. તે જ સમયે, ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. આ સાથે જ ટીમે આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, આ ભયાનક આગની ઘટનામાં ત્રણ બાળકો સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આગને કારણે ફેક્ટરીમાં રાખેલો લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ ભયાનક દુર્ઘટનાની જાણકારી મળતા જ ભાજપના નેતા મહેન્દ્ર પાલ મીણા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેલ બનાવતી ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે તેમજ ઘટના પાછળના કારણો જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટમાં છેડતીના મુદ્દે થઇ હત્યા, પાડોશીએ કરી પાડોશીની હત્યા
આ પણ વાંચો: RAJKOT : યુવતીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને બિભસ્ત વિડીયો અપલોડ કરાયો
Published On - 5:32 pm, Sun, 30 January 22