Ladakh માંથી ચીની સૈનિક ઝડપાયો, કહ્યું હું રસ્તો ભૂલી ગયો હતો

ભારતીય સીમામાં ફરતા એક ચીની સૈનિકને ભારતીય સેનાએ પકડી પાડ્યો છે રિપોર્ટ અનુસાર આ સૈનિકને ચૂસુલ સેક્ટરની ગુરુંગ વેલી નજીકથી પકડવામાં આવ્યો છે

Ladakh માંથી ચીની સૈનિક ઝડપાયો, કહ્યું હું રસ્તો ભૂલી ગયો હતો
Indian Army
| Edited By: | Updated on: Jan 09, 2021 | 3:59 PM

ભારતીય સીમામાં ફરતા એક ચીની સૈનિકને ભારતીય સેનાએ પકડી પાડ્યો છે. રિપોર્ટ અનુસાર આ સૈનિકને ચૂસુલ સેક્ટરની ગુરુંગ વેલી નજીકથી પકડવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન ચીની સૈનિકે જણાવ્ય કે, તે રસ્તો ભટકી ગયો છે. ભારતીય સૈનિકો આ ચીની સૈનિકની વધુ પૂછપરછ કરી રહ્યા છે. તપાસથી સંતુષ્ટ થયા પછી જ આ સૈનિકને ચીની અધિકારીઓને સોંપવામાં આવશે.

અહેવાલ મુજબ 8 મી જાન્યુઆરીએ લદાખમાં LAC ની ભારતીય સરહદની અંદર એક ચીની સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. પેંગોંગ તળાવના દક્ષિણ છેડેથી ચીની સૈનિક ઝડપાયો છે. ગયા વર્ષથી LAC ની બંને તરફ ભારત અને ચીનનુ સૈન્ય તૈનાત છે. હવે પીએલએ સૈનિકની સ્થાપનાના ધારાધોરણો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સેના તપાસ કરી રહી છે કે ચીની સૈનિક કઇ પરિસ્થિતિમાં સરહદ પાર કરી આવ્યો છે. જો સાચે જ આ સૈનિક રસ્તો ભૂલી ગયો છે તો કાર્યવાહી પૂર્ણ કરીને તેને ઔપચારિક રીતે ફરી ચીનમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો: શનિ દેવને પ્રસન્ન કરવા છે? તો કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂરી

આ પણ વાંચો: EPFO પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી, જેટલું યોગદાન તેટલું પેન્શનની નીતિ અપનાવાઈ શકે છે