
9 Years Of Modi Government: વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના (Narendra Modi) કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ થયા છે. તેમની 9 વર્ષની આ સફરમાં મહિલાઓના અધિકારો અને સુરક્ષા માટે બનેલા કાયદાઓ પર એક નજર કરીએ. 2014માં પીએમ મોદી સત્તામાં આવ્યા બાદ મહિલાઓની સુરક્ષા માટે ઘણા કાયદા બનાવવામાં આવ્યા હતા અને જરૂરિયાત મુજબ ઘણા કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા.
1. આ યાદીમાં પ્રથમ ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ, 2013: આ એક્ટ મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા પસાર કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા. બળાત્કાર, યૌન શોષણ અને તસ્કરી જેવા ગુનાઓ માટે બનેલા કાયદામાં સુધારો કરીને એસીડ એટેક, પીછો કરવો જેવા નવા ગુનાઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
2. મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) એક્ટ 2017: આ અધિનિયમ દ્વારા, પ્રસૂતિ રજાની અવધિ 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી હતી, જેથી મહિલાઓને સ્વસ્થ થવા અને નવજાત શિશુની સંભાળ લેવા માટે વધુ સમય મળી શકે. આ ઉપરાંત, ચોક્કસ સંખ્યામાં કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં ઘરેથી કામ કરવાના વિકલ્પ અને ક્રેચ સુવિધાઓ માટેની જોગવાઈઓ પણ રજૂ કરવામાં આવી હતી.
3. માનવ તસ્કરી (પ્રિવેન્શન, પ્રોટેક્શન એન્ડ રિહેબિલિટેશન) બિલ, 2018: આ બિલ વર્ષ 2018માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. તેનો હેતુ માનવ તસ્કરી, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની હેરફેરને રોકવાનો છે. જેમાં પ્રોટેક્શન હોમની સ્થાપના, રિહેબિલિટેશન મેજર અને ગુનેગારોને કડક સજાની જોગવાઈ છે.
4. મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019: તેને ટ્રિપલ તલાક બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અધિનિયમે ભારતમાં મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગુનાહિત બનાવી છે. તેનો હેતુ મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને ત્રણ વાર તલાક કહીને મનસ્વી તલાકને રોકવાનો હતો. જેમાં લેખિત અને ઈલેક્ટ્રોનિક બંને સ્વરૂપે તલાક કહેવાને પણ ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું હતું.
ફોજદારી કાયદો (સુધારો) અધિનિયમ 2018: આ અધિનિયમ દ્વારા, 12 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે બળાત્કાર માટે મૃત્યુદંડની સજા રજૂ કરવામાં આવી હતી અને બળાત્કાર માટે લઘુત્તમ સજા વધારીને 20 વર્ષ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બળાત્કારના કેસોની સુનાવણી અને નિકાલ ઝડપી બનાવવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Manipur Violence: હિંસા વચ્ચે આજે મણિપુર પહોંચશે અમિત શાહ, ત્રણ દિવસ માટે કરશે પડાવ
Published On - 12:42 pm, Mon, 29 May 23