કોરાના વાયરસથી (Corona virus) બચવા માટે વેક્શિનેશન અગત્ત્યની ભુમિકા ભજવી રહ્યું છે. તેના માટે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મફત વેક્શિનેશન અભિયાન (Vaccination Programme) ચાલી રહ્યું છે. તે જ વેક્શિનેશન અભિયાનમાં ભારતે આજે શાનદાર સફળતા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ મંડાવિયા (Manshukh Mandviya)એ આજે જાણકારી આપી છે કે દેશમાં 88 ટકાથી વધારે વ્યસ્કોને કોરોના માહામારી વચ્ચે વેક્શિનેશનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જે દેશ માટે એક મોટી ઉપલ્બધિ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે – 88 ટકાથી વધારે વ્યસ્કોને કોરોના સામે લડવા માટે પૂરી રીતે વેક્શિનેટેડ કરવામાં આવ્યા છે. ભારતને શુભેચ્છા. તેમણે એ પણ જણાવ્યું કે, કોરોના વેક્શિન (Corana Vaccine) લગાવ્યા બાદ પણ કોરોના નિયમોનું પાલન કરો. દેશમાં વેક્શિનેશન અભિયાન 16 જાન્યુવારી, 2021 થી શરુ થયું હતું.
देश की 88% वयस्क आबादी का पूर्ण टीकाकरण।
Over 88% of the adult population is now fully vaccinated against #COVID19.
Congratulations India! 🇮🇳
Keep following COVID appropriate behaviour even after getting vaccinated. pic.twitter.com/p4H6zONUzR
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) May 28, 2022
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર આજે સવાર સુધીમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં કુલ 193.13 કરોડથી વધારે લોકોનું વેક્શિનેશન થઈ ગયું છે.
88 pc of adult population in India fully vaccinated against COVID
Read @ANI Story | https://t.co/B6WBBiPKzY#COVID19 #COVIDVACCINE #IndiaCovidcases pic.twitter.com/1eFpsxpL3G
— ANI Digital (@ani_digital) May 28, 2022
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એ પણ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 4,47,637 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હાલ દેશમાં એકટીવ કેસની સંખ્યા વધીને 16,308 થઈ ગઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.60 છે. મહામારીથી બચવા દેશમાં 16 જાન્યુવારી, 2021થી કેન્દ્ર સરકાર દ્વારા વેક્શિનેશન અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. 21 જૂનથી તેના પ્રથમ ચરણની શરુઆત થઈ હતી. રાષ્ટ્રવ્યાપી અભિયાનના રુપમાં કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મફત વેક્શિનેશન અભિયાન શરુ થયું.
આ બધા વચ્ચે શનિવારે જાહેર થયેલા આંકડા અનુસાર ભારતામાં નવા 2,685 કોરોના કેસ નોંધાયા છે. હવે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,50,215 થઈ છે. હાલ, દેશમાં કોરાના સામે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 16.308 પર પહોંચી છે.