ક્યારેય સાંભળ્યુ છે ગોબરની ચોરી થઈ ? અહી 800 કિલો ગાયના છાણની ચોરીની પોલીસે ફરિયાદ નોંધી !

|

Jun 21, 2021 | 4:56 PM

સામન્ય રીતે કીમતી વસ્તુ, દાગીના કે રોકડ રૂપિયાની ચોરીના અહેવાલો તો આવતા જ હોય છે પરંતુ ગાયના છાણની ચોરીનો, પોલીસ ચોપડે નોંધાયાનો આ કિસ્સો સૌને કુતૂહલમાં મૂકી દે તેવો છે.

ક્યારેય સાંભળ્યુ છે ગોબરની ચોરી થઈ ? અહી 800 કિલો ગાયના છાણની ચોરીની પોલીસે ફરિયાદ નોંધી !
ક્યારેય સાંભળ્યુ છે ગોબરની ચોરી થઈ ?

Follow us on

છત્તીસગઢ (Chhattisgarh) માં ગાયના છાણની ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના કોરબા જિલ્લાની છે. આ અંગે પોલીસ મથકમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. રવિવારે આ બાબતે માહિતી આપતા પોલીસે જણાવ્યું છે કે 800 કિલોના ગોબર (Cow Dung) ની ચોરીની કિંમત 1,600 રૂપિયા આંકવામાં આવી છે.

ચોરીની આ ઘટના 8-9 જૂનની રાત્રે ધુરેના ગામના દીપકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ મામલામાં 15 જૂને કામહાનસિંહ કંવર દ્વારા ફરિયાદ નોંધાઈ છે. દીપકા પોલીસ મથકના એસએચઓ હરીશ ટંડેલકરે જણાવ્યું છે કે કામહાનસિંહ કંવર ગામની ગોધન ન્યાય યોજનાના પ્રમુખ છે અને તેમની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં અજાણ્યા સામે ચોરીનો ગુનો નોંધ્યા બાદ આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગોધન ન્યાય યોજના હેઠળ સ્વ-સહાય જૂથ દ્વારા ગાયના છાણનું ખાતર બનાવવામાં આવે છે. આ સમૂહ દ્વારા આ હેતુ માટે વર્મી ટાંકામાં ગાયનું છાણ ભરીને રાખવામાં આવ્યું હતું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

એવું કહેવામાં આવે છે કે રાતના અંધારામાં અજાણ્યા ચોરોએ અહીં રાખેલ લગભગ 1600 રૂપિયાના ગાયના છાણની ચોરી કરી હતી. સેલ્ફ હેલ્પ ગૃપ અને ગોધન સમિતિના અહેવાલ પર દીપકા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ કલમ 379 હેઠળ ગુનો નોંધ્યો છે. જણાવી દઈએ કે કોરબા પહેલા રાજ્યના અંબિકાપુર અને દુર્ગ જિલ્લામાં ગાયના છાણની ચોરીનો કેસ સામે આવ્યો હતો, પરંતુ ત્યાં કેસ નોંધવામાં આવ્યો ન હતો.

આ ઉપરાંત ગત વર્ષે કોરીયા જિલ્લાના મનેન્દ્રગઢ વિકાસખંડના એક ગામમાં ચોરે બે ખેડુતોના ઘેરામાં સંગ્રહ કરેલું આશરે 100 કિલો જેટલું ગોબર (છાણ) પર હાથ સાફ કરી ગયા હતા. આ મામલે ખેડૂતો ગોધન સમિતિ પાસે પહોંચ્યા હતા અને તેમની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસ મથકમાં સમિતિ દ્વારા આવેદન પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત

Next Article