પુડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ચૂંટણી પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી, જો કે, પરસ્પર વિખવાદને કારણે વી નારાયણસ્વામી સરકાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ પડી હતી. ત્યારથી અહીં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, પુડુચેરીની 6 બેઠકો પર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ આગળ છે અને 3 બેઠકો પર ભાજપ આગળ છે.
ગયા મહિને કોંગ્રેસની આગેવાનીવાળી સરકારના પતન બાદ પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. પાર્ટીના અનેક ધારાસભ્યો અને એક ડીએમકે ધારાસભ્યના તાજેતરના રાજીનામા પછી, તેમની સરકાર લઘુમતીમાં આવી. મુખ્યમંત્રીના રાજીનામા પછી, સરકારની રચનાના દાવા ગૃહમાં રજૂ કરી શકાયા ન હતા, તેથી ઉપરાજ્યપાલે કેન્દ્રીય પ્રધાનમંડળને કેન્દ્ર શાસિત વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી અને કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.
ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE