5 State Assembly Election Results 2021 LIVE: આસામમાં અમે બનાવીશું સરકાર: સર્બાનંદ સોનોવાલ

|

May 02, 2021 | 12:55 PM

આસામનાં મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે, તે સરકાર બનાવવા માટે જઈ રહ્યા છે. જનતાએ તેમને આશિર્વાદ આપ્યા છે. હાલનાં સમયનો ટ્રેન્ડ તેમના પક્ષમાં હોવાનું જણાવ્યું છે.

5 State Assembly Election Results 2021 LIVE: આસામમાં અમે બનાવીશું સરકાર: સર્બાનંદ સોનોવાલ
સર્બાનંદ સોનોવાલ

Follow us on

આસામનાં મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે, તે સરકાર બનાવવા માટે જઈ રહ્યા છે. જનતાએ તેમને આશિર્વાદ આપ્યા છે. હાલનાં સમયનો ટ્રેન્ડ તેમના પક્ષમાં હોવાનું જણાવ્યું છે. આસામમાં હાલમાં NDA-74 અને UPA-52 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

આસામમાં 126 વિધાનસભા બેઠકો સાથે ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. આસામ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડત છે. આજે આસામની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરશે કે કોણ જીતશે અને કોણ પરાજિત થશે. ગત ચૂંટણીની વાત કરીએ તો ભાજપ દ્વારા રાજ્યમાં કોંગ્રેસને સત્તા પરથી ઉથલાવીને ખુરશી કબજે કરી હતી.

હાલમાં આસામમાં એનડીએની સરકાર છે અને સર્બાનંદ સોનોવાલ મુખ્યમંત્રી છે. ગત ચૂંટણીમાં ભાજપે 89 બેઠકો પર લડ્યા હતા અને 60 બેઠકો પર વિજય મેળવ્યો હતો. બીજી તરફ, આસામ ગણ પરિષદે 14 બેઠકો પર લડ્યા હતા અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટે 13 બેઠકો પર લડી અને 12 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 122 બેઠકો પર લડ્યા અને માત્ર 26 બેઠકો જીતી. આસામમાં બહુમતી માટે 64 બેઠકો જરૂરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE

Next Article