ટનલ દુર્ઘટનાના 8 દિવસ, શું ખાઈને જિંદગી સામે લડી રહ્યા છે 41 મજૂરો ? 6 ઇંચની પાઇપ બની લાઇફલાઇન

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા તમામ 41 મજૂરો સ્વસ્થ છે. બચાવ કાર્યમાં કરી રહેલા અધિકારીઓ સમયાંતરે તેમને ખાદ્યપદાર્થો પહોંચાડી રહ્યા છે, જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. વોકી-ટોકી દ્વારા તેમની સાથે સતત વાતચીત થઈ રહી છે.

ટનલ દુર્ઘટનાના 8 દિવસ, શું ખાઈને જિંદગી સામે લડી રહ્યા છે 41 મજૂરો ? 6 ઇંચની પાઇપ બની લાઇફલાઇન
| Updated on: Nov 20, 2023 | 7:12 AM

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાને 8 દિવસ થઈ ગયા છે. દિવાળીના દિવસથી સુરંગમાં 41 મજૂરો ફસાયેલા છે. દેશનો દરેક નાગરિક ચોક્કસપણે વિચારી રહ્યો છે કે સુરંગમાં ફસાયેલા મજૂરોને જીવવા માટે ખોરાક કેવી રીતે આપવામાં આવે છે? તેઓ 8 દિવસ માટે ખોરાકમાં શું મેળવી રહ્યા છે? કેવી રીતે ટનલની અંદર ફસાયેલા મજૂરો પોતાના જીવનની લડાઈ લડી રહ્યા છે? તમને જણાવી દઈએ કે પહેલા દિવસથી જ સુરંગમાં ફસાયેલા મજૂરો માટે ખાદ્યપદાર્થો મોકલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ટનલમાં ફસાયેલા તમામ કામદારોને ભોજન મળી રહ્યું છે.

સુરંગમાં ફસાયેલા લોકોને પહેલા દિવસથી જ 6 ઈંચની પાઈપ દ્વારા ડ્રાયફ્રુટ્સ આપવામાં આવી રહ્યા છે. આમાં કાજુ, બદામ, ચણા, મગફળી અને ચોખા મોકલવામાં આવી રહ્યા છે. સુરંગમાં ફસાયાના 18 કલાક બાદ જ કામદારોને તમામ ખાદ્યપદાર્થો આપવાનું શરૂ થયું હતું. ટનલની અંદર ફસાયેલા કામદારો માટે પૂરતું પાણી છે. ઓક્સિજનની પણ કમી નથી.

ટનલની અંદર પાણીનો પૂરતો જથ્થો

ટનલની અંદર પાઇપ દ્વારા ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. જેના કારણે કામદારોને તાજો ઓક્સિજન મળી રહ્યો છે. કોઈપણ કામદારને શ્વાસ લેવામાં કોઈ સમસ્યા નથી. ટનલની અંદર પહેલાથી જ પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટનલમાં સર્વાઈવ કરવા માટે માટે 2000 મીટર જગ્યા

ટનલમાં ફસાયેલા કામદારો માટે અંદાજે 2000 મીટરનો વિસ્તાર છે. સિલક્યારા બાજુથી 2300 મીટર ટનલનું કામ કરવામાં આવ્યું હતું. તેના 200 મીટર પછી કાટમાળ આવી ગયો હતો. અંદાજિત વિસ્તાર 50થી 60 મીટર છે. તેથી, તે સ્પષ્ટ છે કે કામદારો માટે અંદર ટકી રહેવા માટે 2000 મીટરથી વધુ જગ્યા છે. ટનલની અંદર લાઇટની સંપૂર્ણ વ્યવસ્થા છે.

ખાવા માટે નાખવામાં આવી રહી છે બીજી પાઇપ

પહેલા જ દિવસથી ખાદ્ય સામગ્રી ટનલની અંદર પાઇપ દ્વારા મોકલવામાં આવી રહી છે. હવે વધારાનો ખોરાક મોકલવા માટે વધુ 6 ઇંચની પાઇપ નાખવામાં આવી રહી છે. તેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ પાઈપ દ્વારા અન્ય ખાદ્ય સામગ્રી મોકલવા માટે વિચારણા ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં આ રીતે બચશે 41 લોકોના જીવ, PMOએ રેસ્ક્યુ માટે બનાવ્યા આ 5 માસ્ટર પ્લાન

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:09 am, Mon, 20 November 23